શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:43 IST)

ગીરમાં દાલામથ્થાઓએ રાષ્ટ્રપતિની કારનો કાફલો રોક્યો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે પહેલો દિવસ કચ્છના સફેદ રણમાં વિતાવ્યો હતો. તો બીજા દિવસે રાષ્ટ્રપતિએ પરિવાર સાથે સાસણ ગીરમાં સિંહ દર્શન કર્યું હતું. એશિયાટિક સિંહોને નિહાળી રાષ્ટ્રપતિ કોવિંદે ભારે રોમાંચ અનુભવ્યો હતો.રાષ્ટ્રપતિએ ગીરના જંગલોમાં સિંહ દર્શન કર્યા હતા. એશિયાટિક સિંહોને નિહાળીને રાષ્ટ્રપતિ કોવિંદે આનંદ વ્યક્ત કર્યો હતો. રાષ્ટ્રપતિ સાથે વનવિભાગના કર્મીઓનો કાફલો જોડાયો હતો. રાષ્ટ્રપતિને ગીરના રાયડી વિસ્તારમાં લઈ જવાયા હતા, જ્યાં 15થી વધુ સિંહો જોઈને રાષ્ટ્રપતિ ગદગદિત થઈ ગયા હતા. .તો સિંહના કાફલામાંથી એક સિંહ રસ્તા વચ્ચે બેસી રહ્યો હોવાથી રાષ્ટ્રપતિના કાફલાને થોડી વાર માટે અટકી જવું પડ્યું હતું. સિંહ પરિવારમાં બાળ સિંહ પણ હતા, જેમને જોવાની તેમના પરિવારને પણ મજા આવી હતી. સિંહ દર્શન બાદ રાષ્ટ્રપતિ ઓડિટોરિયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે સીદ્દીઓનું પ્રખ્યાત ધમાલ નૃત્ય નિહાળ્યું હતું, જે તેમના માટે ખાસ આયોજિત કરાયું હતું.