સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:31 IST)

થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે અમદાવાદમાં પાર્ટીપ્લોટ અને હોટેલો મળીને 20 આયોજકોને મંજુરી મળી

અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે વિવિધ કલબો અને પાર્ટી પ્લોટોમાં મોટાપાયે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે વિવિધ ક્લબો, પાર્ટી પ્લોટ અને હોટેલોમાં પાર્ટી માટે પોલીસને ૨૮ અરજીઓ મળી હતી. જેમાં પોલીસે ૨૦ સંચાલકોને મંજુરી આપી દીધી છે. તે સિવાય અમદાવાદ ગ્રામ્ય પોલીસે પણ ત્રણ ક્લબોને પાર્ટીની મંજુરી આપી છે.
થર્ટી ફર્સ્ટની ઉજવણીની પાર્ટી માટે ક્લબો, પાર્ટી પ્લોટ અને હોટેલોના ૨૮ સંચાલકોએ પોલીસ પાસે પરવાનગી માંગી હતી. જેમાંથી ૨૦ સંચાલકોને મંજુરી આપી દેવામાં આવી છે. પાર્ટી માટે ખાસ તો પાર્કિંગની વ્યવસ્થા, પાર્ટી સ્થળે સીસીટીવી કેમેરા ઉપરાંત પાર્ટીમાં અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી રાખવાની જવાબદારી સંચાલકોને રાખવા જણાવાયું છે. પોલીસે વિવિધ નિયમોનુ પાલન કરનારા સંચાલકોને મંજુરી આપી છે. 
ટ્રાફીકના એડિ.પોલીસ કમિશનર જે.આર.મોથાલીયાના જણાવ્યા મુજબ ૨૮માંથી ૨૦ સંચાલકોને મંજુરી આપવામાં આવી છે. તે સિવાય બાકીના સંચાલકોની અરજી અંગે પોલીસનો અભિપ્રાય આવ્યા બાદ તેમને મંજુરી આપવામાં આવશે. ગયા વર્ષે ૩૦ સંચાલકોને મંજુરી આપવામાં આવી હતી. આ વર્ષે આ આંકડો વધે તેવી શક્યતા છે. 
થર્ટી ફર્સ્ટની પાર્ટી માટે વાયએમસીએ ક્લબ, કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ, કેન્સવિલે ક્લબ, ઓરિએન્ટલ ક્લબ, હોટેલ કોટયાર્ડ, હોટેલ રિવર વ્યુ ઉપરાંત રાધિકા પાર્ટી પ્લોટ, બાલેશ્વર પાર્ટી પ્લોટ, ગીતાંજલી પાર્ટી પ્લોટ સહિત ૨૮ સંચાલકોએ  મંજુરી માંગી હતી.