મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 31 ડિસેમ્બર 2018 (13:35 IST)

અમદાવાદમાં દારૂબંધીના અમલ માટે પોલીસ ૬૦૦ બ્રેથ એનેલાઇઝર સાથે સજ્જ !

ડીવાયએસપી કક્ષાથી લઇને પીઆઇ કક્ષાના અધિકારીઓ દારુનો ખોટો કેસ કરવાના અને દારૂ પીને પકડાયેલાને છોડવા માટે રૂ. ૨.૭૫ લાખથી લઇ રૂ. ૨૫ હજારની લાંચ લેતા પકડાયાના કિસ્સા તાજા છે, ત્યારે અમદાવાદની પોલિસ ૪૦૦ અધિકારીઓ અને ૮,૦૦૦ પોલિસ કર્મીઓની મદદથી ૩૧ ડિસેમ્બરની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને ખાસ કરીને દારૂડિયાને પકડવા માટે થનગની રહ્યા છે.
૩૧મી ડિસેમ્બરની ઉજવણીને લઇને શહેર પોલીસની તૈયારીઓ અંગે આજે રવિવારે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ખાસ કમિશનર જે.કે.ભટ્ટ, સેકટર-૧ના  જેસીપી અમીત વિશ્વકર્મા અને સેકટર-૨ના જોઇન્ટ કમિશનર  અશોકકુમાર યાદવે એક સયુકત પત્રકાર પરિષદ યોજી વિવિધ આંકડાઓ આપ્યા હતા. જોકે કોઇ વ્યક્તિ પીધેલા છે કે નહીં તે નક્કી કરવા માટે શહેર પોલિસ પાસે ઉપલબ્ધ બ્રેથ એનલાઇઝરની સંખ્યા કેટલી છે તેની માહિતી આ અધિકારીઓ પાસે ઉપલબ્ધ જ ન હતી. આ બાબત પોલિસ દારૂબંધીના પાલન અંગે કેટલી ગંભીર છે તેનો સંકેત આપે છે.  જોકે પાછળથી ટ્રાફિક પોલિસના જોઇન્ટ કમિશ્નર જે. આર. મોથલિયાએ કુલ ૬,૦૦થી વધુ બ્રેથ એનલાઇઝર ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. અમદાવાદની વસ્તી ૬૦ લાખ જેટલી હોવાનો અંદાજ છે અને ૩૧મી ડિસેમ્બરે સૌથી વધુ દારૂ પીવાતો હોય છે, ત્યારે બ્રેથ એનલાઇઝરની આ સંખ્યા ઓછી કહેવાય એ સ્વાભાવિક છે.
૩૧મી ડિસેમ્બરની ઉજવણીના સંદર્ભમાં પોલીસે ૧,૦૦૦ સીસીટીવી કેમેરાની મદદ લઇ શહેરના વિવિધ માર્ગો ઉપર ૧૩૪ પોઇન્ટો પર કર્મીઓ તૈનાત કરી મોડી રાત સુધી ચેકિંગ કરશે. આ માટે ૨૨૬ બુલેટપ્રુફ સહિતના વાહનો અને ૬૫૦ બાઇકર્સ તૈનાત કરાયા છે અને પીધેલાઓને પકડી ડ્રીંક એન્ડ ડ્રાઇવના કેસો પણ કરાશે તેમ જણાવતાં ખાસ પોલીસ કમિશનરે ઉમેર્યું હતું કે નવા વર્ષની ઉજવણી માટે ૩૦ પાર્ટીના આયોજકોને પરમિશન આપવામાં આવી છે. કોર્પોરેશન અને પોલીસના હાઇટેક ઓટોમેટીક ૧૦૦૦ કેમેરા દ્વારા શહેરમાં ચાલતી ગતિવિધી પર નજર રખાશે. પાર્ટીના સ્થળો પર નાઈટ વીઝન ધરાવતા એચડી સીસીટીવી કેમેરા ફરજીયાત લગાવવા અને તેનુ રેકોડીંગ પોલીસને આપવવા જણાવ્યુ છે. મેટલ ડીટેક્ટર અને ડોર ફ્રેમ મેટલ ડિરેક્ટર દ્વાર ચેકિંગ કરી લોકોને પાર્ટીમાં પ્રવેશ આપવાનો રહેશે.