બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 25 ડિસેમ્બર 2018 (10:59 IST)

સદૈવ અટલ સ્મૃતિ સ્થળનુ ઉદ્દઘાટન, રાષ્ટ્રપતિ અને PM સહિત અનેક નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી  (Atal Bihari Vajpayee )ના સ્મારકનુ ઉદ્દઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યુ.  અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટીના તેમના સ્મારકને સદૈવ અટલ સ્મૃતિ સ્થળ નામ આપ્યુ છે. રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ  (Rashtriya Smriti Sthal.)ને દેશને સમર્પિત કરી દીધુ છે. 
 
અટલજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ, લાલ કૃષ્ણ અડવાણી, રવિશંકર પ્રસાદ, જેપી નડ્ડા, અમિત શાહ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સહિત અન્ય જાણીતી હસ્તિયો પહોંચી. એક અધિકારી જણાવ્યુ કે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ પર એક ખાલી જમીનને કેન્દ્રીય રહેઠાણ અને શહેરી વિકાસ મંત્રાલયે પુરી પાડી.  તેનુ નિર્માણ કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ (સીપીડબલ્યૂડી)એ 10.51 કરોડ રૂપિયાના રોકાણથી કરાવ્યુ. પરિયોજના માટે નાણાકીય ભરપાઈ અટલ સ્મૃતિ ન્યાસ સોસાયટીએ કરી. 
 
દોઢ એકરમાં બન્યુ સ્મારક 
 
ભાજપાના વરિષ્ઠ નેતા અને સોસાયટીના અધ્યક્ષ વિજય કુમાર મલ્હોત્રાએ જણાવ્યુ કે સ્મારક દોઢ એકર જમીન પર ફેલાયેલુ છે. જ્યા 17 ઓગસ્ટના રોજ વાજપેયીના અંતિમ સંસ્કાર થયા હતા.  લોકોએ આ મહાન હસ્તીને શ્રદ્ધાસુમન અર્પિત કરવામાં સહયોગ કરવા માટે સોસાયટીએ તેમની સમાધિને વિકસિત કરવાની પહેલ કરી.