બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 20 નવેમ્બર 2021 (14:38 IST)

કૃષિ કાયદો: પ્રિયંકા ગાંધીએ PM મોદીને પત્ર લખી, લખીમપુર ખેરીના પીડિતો માટે કરીન્યાયની માંગ

કૃષિ કાયદાના પાછો ખેંચવાની જાહેરાતપર રાજકારણ ચાલુ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ એક તરફ કેન્દ્ર સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે તો બીજી તરફ પીએમ મોદીને પત્ર લખીને લખીમપુર ખેરી ઘટનામાં પીડિતોને ન્યાય આપવાની માંગ કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે લખનૌમાં છે અને મેં તેમને પત્ર લખીને લખીમપુર ખેરી કેસમાં પીડિતો માટે ન્યાયની માંગણી કરી છે. પ્રિયંકાએ પીએમ મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું છે.
 
પ્રિયંકા ગાંધીનો મોદી સરકાર પર પ્રહાર
 
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે પીએમ અને યોગી લખીમપુર ખેરી ઘટનાના આરોપીના પિતા સાથે સ્ટેજ શેર કરી રહ્યા છે. લખીમપુર ખેરી ઘટનાના પીડિતોને ક્યારે મળશે ન્યાય. આ પહેલા શુક્રવારે પીએમ દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો. પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું હતું કે જ્યારે ચૂંટણીમાં હાર દેખાવા લાગીત્યારેઆ દેશનું સત્ય  સમજાયું .પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કેન્દ્ર સરકાર પર આક્ષેપો કર્યા હતા. પ્રિયંકાએ કહ્યું હતું કે ચૂંટણીમાં હાર જોયા પછી અચાનક તમને આ દેશની સચ્ચાઈ સમજાવા લાગી કે આ દેશ ખેડૂતોએ બનાવ્યો છે, આ દેશ ખેડૂતોનો છે, ખેડૂત આ દેશનો સાચો રખેવાળ છે. .