શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 29 જાન્યુઆરી 2018 (17:36 IST)

પંજાબ - યૂનિવર્સિટીમાં ઝગડો ઉકેલવા પહોંચેલા DSPએ ખુદને મારી ગોળી, મોત

પંજાબના ફરીદકોટ જીલ્લામાં એક ડીએસપીએ ડ્યુટી દરમિયાન સોમવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી ગોળીમારીને સુસાઈડ કરી લીધી. 
 
સમાચાર મુજબ ડીએસપી પંજાબ યૂનિવર્સિટીના જૈતો પરિસરમાં વિદ્યાર્થીના બે જૂથ વચ્ચે થયેલો ઝગડો ઉકેલવા ગયા હતા પણ એ દરમિયાન તેમણે ખુદને ગોળી મારી. એવુ કહેવાય રહ્યુ છે કે જે સમયે ડીએસપી બલજિંદર સંધૂ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે ઝગડો ઉકેલી રહ્યા હતા એ દરમિયાન વિવાદ વધતા વિદ્યાર્થીઓએ તેમના પર કેટલાક ગંભીર આરોપ લગાવ્યા. જેના કારણે તેમણે પોતાની સર્વિસ રિવોલ્વરથી ખુદને ગોળી મારીને સુસાઈડ કરી લીધુ. 
 
ડીએસઓઈ બલજિંદર સંઘૂના સુસાઈડ મામલે પંજાબના સીએમ કૈપ્ટન અમરિંદર સિંહે કહ્યુ કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. તેના પાછળનુ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે