શનિવાર, 18 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 16 ફેબ્રુઆરી 2022 (10:27 IST)

Deep Sidhu Death: ટ્રક સાથે અથડાયા બાદ દીપ સિદ્ધુની સ્કોર્પિયોને થયો અકસ્માત, જાણો ક્યારે અને કેવી રીતે થયો અકસ્માત

Deep Sidhu Death
પંજાબી ફિલ્મ(Punjabi Movie)ના ફેમસ એક્ટર દીપ સિદ્ધુ(Deep Sidhu)નું મંગળવારે એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. કુંડલી બોર્ડર પાસે તેમની કારનો અકસ્માત થયો હતો. દીપ તેની સ્કોર્પિયો કારથી જઈ રહ્યો હતો, આ દરમિયાન તેની કાર રોડની બાજુમાં ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સ્કોર્પિયો ચલાવતી વખતે અચાનક દીપ સિદ્ધુએ ત્યાં એક ટ્રક ઉભેલી જોઈ. તેણે કારને ટ્રક સાથે ન અથડાય તે માટે તેને ફેરવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેની કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ. દીપ સિદ્ધુ પોતે ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, જેથી તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

 
દીપ સિદ્ધુની સ્કોર્પિયો (PB10GK7047)જ્યારે અકસ્માત થયો ત્યારે તેની સાથે તેની મહિલા મિત્ર પણ હતી. તે ડ્રાઈવરની બાજુની સીટ પર બેઠી હતી. તે બાજુ સ્કોર્પિયો કાર ટ્રક સાથે અથડાઈ ન હતી, જેના કારણે તેને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી. તેમને સોનીપતની ખારખોંડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ ઘટના અંગે તેની પૂછપરછ હાથ ધરી છે.

 
ક્યાં થયો હતો અકસ્માત 
 
કરનાલ ટોલ પ્લાઝા પાસે દીપ સિદ્ધુનું મૃત્યુ થયું હતું જ્યારે તેની ઝડપે આવતી કાર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી