બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (15:18 IST)

વિવાદોમાં રાહુલની કૈલાશ માનસરોવર યાત્રા, નૉનવેજ ખાવાને લઈને છેડાઈ જંગ

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વર્તમાન દિવસોમાં કૈલાશ માનસરોવરની તીર્થયાત્રા પર નીકળ્યા છે. જોકે તેમની આ યાત્રાને લઈને એક નવો વિવાદ શરૂ થઈ ગયો છે.  ઉલ્લેખનીય છે કે નેપાળ પહોંચતા રાહુલ ગાંધીએ કાઠમાંડુએ આનંદ ભવન સ્થિત વૂટુ ફુડ બુટિકમાં જમ્યા. જ્યારબાદ નેપાળી મીડિયાએ દાવો કર્યો કે તેમણે ત્યા નૉનવેઝ ખાધુ છે.  બીજી બાજુ આ સમાચાર  વાયરલ તહ્તા જ રેસ્ટોરેંટે સ્પષ્ટતા આપી કે રાહુલે નૉનવેઝ ફુડ ઓર્ડન નહોતુ કર્યુ. 

Vootoo Food Voutiqueએ પોતાના ફેસબુક પેજ પર સફાઈ આપતા કહ્યુ કે રાહુલ ગાંધીના નોનવેજ ખોરાકને લઈને કરવામાં આવેલ દાવા એકદમ ખોટા છે.  તેમના દ્વારા ઓર્ડર કરવામાં આવેલ ખોરાકને લઈને મીડિયા તરફથી સવાલ કરવામાં આવી છે. અમે સ્પષ્ટ કરી દેવા માંગીએ છીએ કે તેમને મેનુમાં શુદ્ધ શાકાહારી ભોજન ઓર્ડર કર્યુ હતુ.   રેસ્ટેરેંટે રાહુલ ગાંધીની ફોટો પણ પોસ્ટ કરી છે. જે સાથે લખ્યુ છે કે તેમણે વેજ થાલી સંડેકો વેજ પ્લેટર ઓર્ડર કરી હતી. તેમા અનેક પ્રકારના શાક અને સાગ પીરસવામાં આવે છે.  રેસ્ટોરેંટ મુજબ કોંગ્રેસ અધ્યક્ષે અચારી આલુ અને સાદુ વેજ ફુડ ખાધુ. જેમા ક્રિસ્પી કોર્ન વગેરેનો સમાવેશ હતો. 
 
 બીજી બાજુ એક વેટરે એક ભારતીય મીડિયાને જણાવ્યુ કે રાહુલ ગાંધીએ નેવારી ડિશ ખાધી હતી. જેના હેઠળ ચિકન મોમો, ચિકન કુરકુરે અને બંદેલની ડિશ ઓર્ડર કરી હતી. સમાચારમાં જણાવ્યું છે કે 30મી ઑગસ્ટના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કાઠમંડુમાં હતા અને એ રાત્રે જ તેમણે અહીંની વુટુ રેસ્ટોરાંમાં નૉનવેજ જમ્યા. વેટરનું નિવેદન પણ સામે આવ્યા બાદ હોટલ મેનેજમેન્ટે આ સમાચારને અફવા ગણાવી છે.