1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 29 ઑક્ટોબર 2017 (09:06 IST)

રાહુલ ગાંધી 3 નવેમ્બરે સાંજે સુરતમાં એક જાહેર સભા

Rahul gandhi make a public meeting on 3 rd nov in surat
કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તા.1 નવેમ્બરથી શરૂ થતાં દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન વલસાડના નાના પોંઢા બાદ સુરતમાં એક જાહેર સભા યોજશે. પાટીદાર બહુલ વિસ્તાર એ.કે. રોડ રૂસ્તમબાગ નજીકના જળક્રાંતિ મેદાનમાં રાહુલ ગાંધી તા. ૩જીના રોજ જાહેર સભા યોજશે.
 
આ ઉપરાંત જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ રાહુલ ગાંધીના પ્રવાસ દરમિયાન તેઓ વલસાડ ધરમપુર ચોકડી પાસે આવેલી કડવા પાટીદાર સમાજની વાડીમાં ખેડૂતો સાથે પણ ગોષ્ઠિ યોજશે.જોકે અગાઉની ધારણા મુજબ રાહુલ ગાંધી ડાંગના શબરીધામના દર્શન કે સુરતમાં રોડ શો કરવાના નથી.ઉનાઈમાં ઉનાઈ માતાના મંદિરમાં દર્શનાર્થે જાય તેવી શક્યતા છે. તેમના આ પ્રવાસમાં અશોક ગહેલોત, ભરત સોલંકી સહિતના ટોચના નેતા જોડાશે.