શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (15:51 IST)

લગ્ન માટે બોલ્યા રાહુલ ગાંધી જણાવ્યુ કેવી છોકરી જોઈએ, તેનામાં કેવા ગુણ હોવા જોઈએ.

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના દરમિયાન લગ્ન પર સવાલ થયા. જવાબ ખૂબ રોચક હતો. રાહુલએ યાત્રા દરમિયાન તેમની દાદી ઈંદિરા ગાંધીના વિશે વાત કરી રહ્યા હતા. તેણે કહ્યુ- ઈંદિરા ગાંધી તેમના જીવનનુ પ્રેમ છે. તેમની બીજી માતા છે. 
 
આ જવાબ પર ફરી સવાલ પૂછવામાં આવ્યો - શું તમે એવી સ્ત્રી સાથે લગ્ન કરવા માંગો છો, જેમાં તમારી દાદી જેવા ગુણ હોય. શું તમારે લગ્ન માટે આવી છોકરી જોઈએ છે? તેના પર રાહુલે કહ્યું- આ એક રસપ્રદ પ્રશ્ન છે. મને એવી સ્ત્રી ગમશે કે જેમાં મારી માતા અને દાદી બંનેના ગુણ હોય. તે સરસ હશે.
 
પહેલા એક તસવીરમાં રાહુલે લખ્યું- હું તેમની પાસેથી મળેલો પ્રેમ શેર કરી રહ્યો છું...
 
રાહુલે મુંબઈમાં ભારત જોડો યાત્રા દરમિયાન લગ્નના સવાલનો જવાબ આપ્યો હતો. તે યુટ્યુબ ચેનલ Mashable India ના બોમ્બે જર્ની સ્પેશિયલ એપિસોડમાં ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. આ મુલાકાતનો વીડિયો મંગળવારે યુટ્યુબ પર સામે આવ્યો હતો.