ગુરુવાર, 30 નવેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 ડિસેમ્બર 2022 (13:58 IST)

અમેરિકામાં બરફના તોફાનથી 60થી વધુ લોકોનાં મોત

Snow storm
અમેરિકા સહિતના દેશોમાં હિમવર્ષા થતા વીજળીની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે.
 
ન્યૂયૉર્કના બફેલોમાં વાવાઝોડાના કારણે મૃત્યુઆંક વધીને 28 પર પહોંચી ગયો છે, જ્યારે ઉત્તર અમેરિકામાં શિયાળુ તોફાનની વચ્ચે હજારો લોકો હજુ પણ વીજળી વગર રહી રહ્યા છે.
 
સમગ્ર અમેરિકામાં હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકોનાં મોત થયાં છે.
 
આ શિયાળુ તોફાન દરમિયાન શહેરના કેટલાક વિસ્તારોમાં લૂંટની ઘટનાઓની પણ માહિતી મળી છે.
 
શિયાળુ વાવાઝોડાના કારણે મંગળવારે સવારે લગભગ 4,800 સહિત હજારો ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે, જેના કારણે ઍરપૉર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.
 
મંગળવારે એક ન્યૂઝ કૉન્ફરન્સમાં ન્યૂયૉર્કની એરી કાઉન્ટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે, “બચાવ કામગીરી ચાલુ હોવાથી મૃત્યુઆંક વધવાની શક્યતાઓ છે. જે 28 મૃતકોની 
 
પૃષ્ટિ થઈ છે, તે તમામ બફેલોમાં હતા.”
 
બફેલોના મેયર બાયરોન બ્રાઉને જણાવ્યું હતું કેતોફાન બાદ વિસ્તારમાં 4,000થી વધુ લોકો વીજળી વગર રહે છે, કદાચ મોટા ભાગના રહેવાસીઓના જીવનકાળમાં આ સૌથી 
 
ખરાબ સ્થિતિ હતી. તોફાનની શરૂઆતમાં આશરે 20,000 લોકો વીજળી વગરના હતા.