શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 જૂન 2024 (08:47 IST)

રાહુલ ગાંધી બનશે વિપક્ષ નેતા, INDIA ગઠબંધનની બેઠકમાં લેવાયો નિર્ણય

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે મંગળવારે ઇન્ડિયા ગઠબંધનની બેઠક થઈ. આ બેઠકમાં રાહુલ ગાંધીને નેતા વિપક્ષ બનાવવાને લઈને વિચાર કરવામાં આવ્યો. સાથે જ તેમને વિપક્ષ નેતા બનાવવા માટે પ્રોટેમ સ્પીકરને એક પત્ર પણ લખવામાં આવ્યો.
 
કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કે. સી. વેણુગોપાલે મંગળવારે રાત્રે ખડગેના ઘરે થયેલી બેઠકની જાણકારી આપતા જણાવ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને લોકસભામાં નેતા વિપક્ષ બનાવવાને લઈને ચર્ચા થઈ અને આ અંગે એક પત્ર પણ પ્રોટેમ સ્પીકર ભર્તુહરિ મહતાબને પણ લખ્યો છે.
 
રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો નિર્ણય લોકસભા સ્પીકરની ચૂંટણીના એક દિવસ પહેલાં લેવામાં આવ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે વિપક્ષ સત્તા પક્ષ સામે આક્રમક વલણ અખત્યાર કરવા માગે છે.
 
હાલમાં થયેલી ચૂંટણીનાં પરિણામો બાદ કૉંગ્રેસને સંજીવની મળી છે. અટકળો છે કે વિપક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મોદી સરકાર અને તેમના નિર્ણયો સામે આક્રમક વલણ અપનાવશે