સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 18 જૂન 2024 (11:36 IST)

રાહુલ ગાંધીએ વાયનાડથી આપ્યું રાજીનામું

Rahul Gandhi resign- કાંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળના વાયનાડ સીટ છોડવાની જાહેરાત કરી દીધી છે. લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વાયનાડની સાથે-સાથે રાયબરેલીથી પણ ચૂંટણી લડ્યા હતા. બન્ને સીટ પર તેણે જીત પણ મળી છે. ત્યારે હવે રાહુલ ગાંધી એ રાયબરેલી સીટ તેમની પાસે રાખી છે અને વાયનાડને છોડી દીધુ છે . જે પછી પાર્ટીએ નિર્ણય કર્યુ છે કે ઉપ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધી વાયનાડ સીટથી પહેલીવાર મેદાનમાં ઉતરશે. 
 
વાયનાડ સીટ મૂક્ય પછી રાહુલ ગાંધીએ કહ્યુ કે મારુ રાયબરેલી અને વાયનાડથી ઈમોશનલ કનેક્શન છે. ગયા પાંચ વર્ષથી વાયનાડના સાંસદ હતા ત્યાના બધા લોકોએ દરેક પાર્ટીના લોકોએ પ્રેમ આપ્યો. તે માટે હું તમારો હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, પરંતુ હું સમયાંતરે ત્યાં જતી રહીશ.
 
વાયનાડ અંગે આપેલું વચન પૂરું કરીશું: રાહુલ
તેણે વધુમાં કહ્યું કે વાયનાડને લઈને અમે જે વચન આપ્યું છે તે અમે પૂરું કરીશું, રાયબરેલી સાથે અમારો જૂનો સંબંધ છે, હું ખૂબ જ ખુશ છું કે હું ફરીથી તેમનું પ્રતિનિધિત્વ કરીશ, મારા માટે આ સરળ નિર્ણય નહોતો કારણ કે જોડાણ બંને સાથે છે. વાયનાડના લોકો માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે.