રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બેંગલુરુઃ , શનિવાર, 2 માર્ચ 2024 (09:57 IST)

CCTV ફૂટેજમાં દેખાયો બેંગલુરુ બ્લાસ્ટનો શંકાસ્પદ આરોપી, ડોગ સ્કવોડ સહિત અનેક ટીમો કરી રહી છે તપાસ

bomb blast
શહેરમાં શુક્રવારે એક રેસ્ટોરન્ટમાં બ્લાસ્ટ થતાં ખળભળાટ મચી ગયો હતો. પહેલા તો એવું લાગતું હતું કે આ સિલિન્ડર બ્લાસ્ટનો મામલો છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તે IED બ્લાસ્ટ હતો. હવે આ બ્લાસ્ટની તપાસ તેજ થયા બાદ આરોપીઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી હતી. હાલમાં બેંગલુરુ પોલીસ આ કેસમાં એક વ્યક્તિની પૂછપરછ કરી રહી છે. પોલીસ સૂત્રોનું કહેવું છે કે આ ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાનો રહેવાસી છે. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

આરોપીએ રવા ઈડલી માટે લીધી હતી  કુપન
તમને જણાવી દઈએ કે બેંગલુરુના વ્હાઇટ ફિલ્ડ વિસ્તારમાં ITPL રોડ પર સ્થિત પ્રખ્યાત રામેશ્વરમ કેફેમાં શુક્રવારે વિસ્ફોટ થયો હતો. હવે આ વિસ્ફોટ અંગે પોલીસનું કહેવું છે કે આ મામલે UAPA એક્ટ, 1967 અને એક્સપ્લોઝિવ સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે શુક્રવારે કહ્યું હતું કે આરોપીઓ વિશે ઘણી કડીઓ મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીની ઉંમર 30થી 35 વર્ષની હોવાનું કહેવાય છે. AI દ્વારા ફેસ રેકગ્નિશન સોફ્ટવેરની મદદથી આરોપીના ચહેરાની ઓળખ કરવામાં આવી છે. નવાઈની વાત એ છે કે આ આરોપીએ બ્લાસ્ટ કરતા પહેલા કેફેમાંથી રવા ઈડલીની કુપન પણ લીધી હતી.