શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2017 (17:42 IST)

કન્નડ એક્ટ્રેસ રેખા સિંધુનુ કાર અકસ્માતમાં મૃત્યુ

કન્નડ ટીવી એક્ટ્રેસ રેખા સિંધુનુ કાર અકસ્માતમાં મૃત્યુ થઇ ગયુ છે.   રેખા શુક્રવાર 5 મેં નાં રોજ સવારે શૂટિંગ માટે કારમાં જઇ રહી હતી. ચેન્નઇ-બેંગાલુરુ નેશનલ હાઇવે પર સુન્નામાપુકિટ્ટી ગામ પાસે કાર અકસ્માતમાં મૃત્યુ થઇ  છે.

તેમની કાર ડિવાઇડર સાથે અથડાઇ હતી. અભિનેત્રીની સાથે કારમાં અન્ય ત્રણ લોકો સવાર હતાં તેમના પણ ઘટનસ્થળે જ મોત થયા હતાં.  
 
આ દુર્ઘટના  સવારે 2.30 કલાકે ચેન્નઇ-બેંગલુરૂ હાઇવે પર બની હતી. રેખા સિંધુની ઉંમર 22 વર્ષ હતી અને કે બેંગલુરૂની જ રહેવાસી હતી.રેખાની બોડીને તિરૂપટ્ટૂરની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયું  હતું. 
 
રેખાની સાથે ત્રણ મૃતકોની ઓળખ અભિષેક કુમારન (22 વર્ષ), જયંકંદ્રન (23 વર્ષ), રક્ષન (20 વર્ષ) તરીકે કરવામાં આવી છે.