શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 3 ઑગસ્ટ 2021 (18:36 IST)

શરદ પવારને મળ્યા લાલુ પ્રસાદ, બોલ્યા - ચિરાગ અને તેજસ્વીને સાથે જોવા માંગુ છુ

બિહારમાં ચિરાગ પાસવાન અને તેજસ્વી યાદવના ગઠબંધનને લઈને આરજેડીના વડા લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે જે પણ થયું (એલજેપીમાં સંઘર્ષ), ચિરાગ પાસવાન લોજપાના નેતા છે. હા, હું તેમને (એકસાથે) જોવા માંગુ છું. લાલુ પ્રસાદે કહ્યું કે અમે બિહારમાં સરકાર બનાવવાના હતા. હું જેલમાં હતો પરંતુ મારા દીકરા તેજસ્વી યાદવે તેમની (બિહારમાં શાસક ગઠબંધન) સાથે એકલા હાથે લડાઈ લડી. તેમણે બેઈમાની કરી અને અમને 10-15 વોટથી હરાવ્યા હતા.  

 
લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, 'હું અહીં શરદ પવારની તબિયત પૂછવા આવ્યો છુ, તેઓ ઠીક નથી. તેમના વિના સંસદ અધૂરી છે. અમે ત્રણ- હું, શરદ ભાઈ અને મુલાયમ સિંહ યાદવ ઘણા મુદ્દાઓ માટે લડ્યા છે. ગઈકાલે મુલાયમ સિંહ યાદવ સાથે મારી ઔપચારીક મુલાકાત થઈ હતી. 
 
બીજી બાજુ પેગાસસ જાસૂસી વિવાદને લઈને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદે કહ્યુ કે તેની તપાસ થવી જોઈએ. તેમણે કહ્યુ, હા, આ(તપાસ) થવુ જોઈએ. જે તેમા સામેલ થઈ રહ્યા છે, તેમના નામે સૌની સામે આવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા એટલે સોમવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે પણ પેગાસસ વિવાદની તપાસ કરવાની માંગ કરી હતી. આ સાથે જ તેમણે આ વિષય પર સંસદમાં ચર્ચાની માંગ પણ કરી હતી.