શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શિમલા. , બુધવાર, 11 જાન્યુઆરી 2017 (12:10 IST)

શિમલામાં જોરદાર બરફવર્ષાથી પર્યટકો ખુશ.. જાખૂ મંદિર બન્યુ આકર્ષણનું કેન્દ્ર

આ વખતે શિમલાની પ્રથમ બરફવર્ષાની આખા દેશમાં ચર્ચા છે આખુ શહેર બરફની ચાદરમાં લપેટાયેલુ છે અને પર્યટકોને તો જાણે લોટરી જ લાગી ગઈ છે બરફના કારણે 8000 ફીટની ઊંચાઈ પર બનેલ બજરંગબલીના જાખૂ મંદિર સુધી પહોંચવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 
 
શિમલાને આમ જ ક્વીન ઓફ હિલ સ્ટેશન્સ નથી કહેવામાં આવતુ અને આ વખતે લગભગ 26 વર્ષ પછી શિમલામાં આ નજારો જોવા મળ્યો.  પર્યટકોએ પણ ખૂબ મજા લૂટી 
 
શિમલાના મૉલ રોડથી સાઢા સાત કિલોમીટર દૂર 8000 ફીટની ઊંચાઈ પર બનેલ ભગવાન હનુમાનના પ્રાચીન અને સુપ્રસિદ્ધ જાખુ મંદિરની એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે. જાખુ મંદિરમાં હનુમાનની 108 ફુટ ઊંચી પ્રતિમાં છે. 
 
અહી આવેલ પર્યટકોની તો જાણે લોટરી જ લાગી ગઈ. કારણ કે રવિવારે સાંજ પછીથી જ બરફવર્ષા રોકાય રહી નથી.  પર્યટકોના ચેહરા પર અહીનુ દ્રશ્ય જોયા પછીની સ્માઈલ જોવા જેવી છે. 
 
જાખુ મંદિરમાં ભગવાનના દર્શન માટે તમામ મુશ્કેલીઓ છત પહોંચેલ લોકોની ખુશીનો ઠેકાણો નહોતો. ભગવાનના દર્શન પણ થઈ ગયા અને બરફવર્ષાની મજા પણ માણી.