શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 13 નવેમ્બર 2024 (18:38 IST)

'સૌ માટે કાયદાનું શાસન', બુલડોઝર પર SCનો નિર્ણય

'અધિકારીઓ જજ નહીં બની શકે' : સુપ્રીમ કોર્ટે 'બુલડોઝર ઍકશન' પર બીજું શું કહ્યું
 
બુલડોઝર ઍક્શન સામે કડક સંદેશ આપતા સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું કે, ગુનાનો આરોપી અથવા દોષી હોવા માત્રથી કોઈ પણ વ્યક્તિનું ઘર નહીં તોડી શકાય.
 
સુપ્રીમ કોર્ટની બે જજની બૅન્ચે દેશમાં મિલકતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકા પણ આપી છે.
 
બૅન્ચમાં સામેલ જસ્ટિસ બીઆર ગવઈએ કહ્યું કે, "સામાન્ય રીતે વર્ષોની મહેનત બાદ વ્યક્તિ ઘર બનાવે છે, તેના માટે સપનાં જુએ છે અને તેની ઘણી આકાંક્ષાઓ પણ હોય છે."
 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "સરકાર કે વહીવટીતંત્ર કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવી શકે નહીં. જો સરકાર માત્ર આરોપોના આધારે સંબંધિત વ્યક્તિની સંપત્તિને તોડી નાખે છે, તો તે કાયદાના શાસન પર હુમલો છે. 
 
સરકારી અધિકારીઓ ન્યાયાધીશ બનીને આરોપીઓની મિલકતો તોડી શકે નહીં."
 
તેમણે કહ્યું કે, "બુલડોઝર વડે મિલકતોને તોડી પાડવી એ અરાજકતાની સ્થિતિ છે. આવાં કૃત્યોની બંધારણીય લોકશાહીમાં કોઈ જગ્યા નથી. આપણું બંધારણ આવાં કૃત્યોને મંજૂરી આપતું નથી."
 
સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું છે કે, "કાયદો હાથમાં લઈને આવા કામ કરનારા સરકારી અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ."