બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 22 નવેમ્બર 2024 (12:16 IST)

Amazon કર્મચારીનુ લગ્નના મંચ પર હાર્ટ અટેકથી થયુ મોત, દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવા ગયો હતો સ્ટેજ પર - Video

death due to heart attack
death due to heart attack
Heart Attack Death - વર્તમાન સમયમાં અચાનક હાર્ટ એટેક આવવાથી થનારા મોતના મામલા સતત વધી રહ્યા છે. આવો જ એક મામલો આંધ્ર પ્રદેશના કુર્નૂલ જીલ્લામાંથી સામે આવ્યો છે. અહી પોતાના મિત્રના લગ્નમાં એક વ્યક્તિ બેંગલોરથી ગયો હતો. લગ્નની ધૂમધામ વચ્ચે દુલ્હા-દુલ્હન સ્ટેજ  પર હતા અને આ દરમિયાન બાકી મિત્રો પણ સ્ટેજ પર જ હાજર હતા. મિત્રો દ્વારા દુલ્હા-દુલ્હનને ગિફ્ટ આપવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન વ્યક્તિને અચાનક સ્ટેજ પર જ હાર્ટ અટેક આવી ગયો. બીજી બાજુ હાર્ટ અટેક પછી તેને જલ્દી-જલ્દી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યા તેને મૃત જાહેર કરવામાં આવ્યો.

ગિફ્ટ આપવા મંચ પર ગયો હતો વ્યક્તિ 
ઉલ્લેખનીય છે કે આખો મામલો આંધ્ર પ્રદેશના કુર્નૂલ જીલ્લાના બતાવાય રહ્યુ છે. અહી કૃષ્ણગિરિ મંડળના પેનુમાડા ગામમાં એક વ્યક્તિના લગ્નના મંચ પર અચાનક હાર્ટ એટેક  આવવાથી મોત થઈ ગયુ.  એવુ બતાવાય રહ્યુ છે કે જે વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો તે બેંગલુરુમાં સ્થિત અમેજન કંપનીનો કર્મચારી હતો.  તે પોતાના મિત્રના લગ્નમાં હાજરી આપવા ગુંટૂરથી આવ્યો હતો. આ દરમિયાન લગ્નની પાર્ટી ચાલી રહી હતી. વર અને વધુ બંને સ્ટેજ પર હતા અને બાકી મિત્રો સાથે તે પણ સ્ટેજ પર ઉભો હતો ત્યારે તેને હાર્ટ અટેક આવી ગયો. 
 
સામે આવ્યો ઘટનાનો વીડિયો 
ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમા તેને હાર્ટ અટેક આવવાની ઘટના કેદ થઈ ગઈ છે. બીજી બ આજુ લગ્નના ખુશીઓ વચ્ચે ન થવાનુ થયુ અને દુખદ ઘટના બની. મૃતક યુવકનુ નામ વામ્સી બતાવાય રહ્યુ છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બધા મિત્રો વરરાજાને ગિફ્ટ આપી રહ્યા હતા. આ દરમિયાન નીચે ઉભેલા લોકો તેનો વીડિયો બનાવી રહ્યા હતા. ત્યારે યુવકને હાર્ટ અટેક આવી ગયો. હાર્ટ અટેક આવ્યા પછી વામ્સીને ઉતાવળમાં સિટી સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો પણ તેનો જીવ બચી શક્યો નહી. અહી હોસ્પિટલમાં ડોક્ટરોએ મોતની ચોખવટ કરી.  


(Video image _X)