બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2024 (16:00 IST)

એસ. જયશંકરે પાકિસ્તાનની પ્રશંસા કરી

Jai Shankar
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સોશિયલ મીડિયા મંચ એક્સ પર પોસ્ટ લખીને પાકિસ્તાનની મહેમાનગતિની પ્રશંસા કરી છે.
 
વિદેશ મંત્રી એસ. જયશંકર શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન ગયા હતા.
 
પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે, "પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ, વિદેશ મંત્રી અને પાકિસ્તાન સરકારનો તેમના આતિથ્ય માટે આભાર."
 
પાકિસ્તાન, શાંઘાઈ કોઓપરેશન ઑર્ગેનાઇઝેશનની 23મા સંમેલનનું યજમાન હતું. એસસીઓના સભ્ય છે એ દેશોમાં ચીન, ભારત, રશિયા, પાકિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને 
 
બેલારુસનો સમાવેશ થાય છે. આ સિવાય 16 અન્ય દેશોને ઑબ્ઝર્વર અથવા ડાયલોગ પાર્ટનરનો દરજ્જો મળ્યો છે.
 
સંમેલનને સંબોધતા ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે, "આ સંગઠનનું પ્રથમ હેતુ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ સામે લડવાનો છે અને હાલના સંજોગોમાં તો તે વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે."
 
તેમણે એમ પણ કહ્યું હતું કે, “એસસીઓ પરિવર્તનમાંથી પસાર થઈ રહેલા દેશોનું પ્રતિનિધિત્વ કરે છે, જેના પર મોટા ભાગના જગતનો ભરોસો ટકેલો છે, અને એ જવાબદારી આપણે નિભાવવાની છે.”