શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :જોધપુર. , ગુરુવાર, 5 એપ્રિલ 2018 (16:04 IST)

કાળા હરણના શિકાર કેસમાં સલમાન 20 વર્ષ પછી દોષી 5 વર્ષની સજા, જેલમાં મોકલવા થઈ ધરપકડ

વીસ વર્ષ જૂના કાળા હરણ શિકાર મામલે જોધપુરની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રટની કોર્ટે સલમાન ખાનને દોષી કરાર આપ્યો છે.  લંચ બ્રેક પછી જજે સલમાન ખાનને 5 વર્ષની કેદ અને 10 હજારના દંડની સજા સંભળાવી. જેલ મોકલવા માટે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં સહ આરોપી સૈફ અલી, તબ્બૂ, સોનાલી અને નીલમને શંકાના લાભ પર મુક્ત કરવામાં આવ્યા છે.  પેશી માટે આ બધા બુધવારે અહી પહોંચી ગયા હતા. મમાલો સપ્ટેમ્બર ઓક્ટોબર 1998નો છે. ત્યારે આ બધા ફિલ્મ હમ સાથ સાથ હૈ ની શૂટિંગ માટે જોધપુર ગયા હતા. સલમાન ખાન અને તેના સાથીયો પર 2 ચિંકારા અને 3 કાળા  હરણ (બ્લેક બક)ના શિકારનો આરોપ લાગ્યો હતો.  સલમાન પર આર્મ્સ એક્ટ હેઠળ પણ કેસ નોંધાયો હતો. 
 
સજા સંભળવી રહ્યા હતા જજ, દીવાલના સહારે ઉભા હતા સલમાન... 
- લંચ દરમિયાન સલમાનની બંને બહેનો કોર્ટ રૂમની બહાર ગેલેરીમાં ફોન પર વાત કરી રહી હતી.  સલમાન ખુરશી પર એકલા બેઠા હતા. 
- લંચ પછી જજ ડાયસ પર આવ્યા અને સલમાન ખાન ખુરશી પરથી ઉઠીને દિવાલના સહારે ઉભા થઈ ગયા. બહેનો પણ સલમાન સાથે ઉભી થઈ ગઈ. 
- જજે સલમાન ખાનને 5 વર્ષની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી. નિર્ણય આવતા જ તેમની બંને બહેનો રડવા લાગી. 
- વિશ્નોઈ સમાજે નિર્ણય પછી નારેબાજી કરી અને મુક્ત થયેલા લોકો વિરુદ્ધ અપીલ કરવાની વાત કરી. 
કેમ દોષી કરાર આપ્યો ?
1. હરણ શિકારના ચારેય કેસમાં સૌથી મજબૂત હતો આ મામલો 
 
- આ કેસ સૌથી મોટો હતો. કારણ કે 1 ઓક્ટોબર 1998ની રાત જ્યારે આ બોલીવુડ સ્ટાર્સે કાંકાણીમાં સંરક્ષિત વન્ય પ્રાણી બે કાળા હરણનો શિકાર કર્યો હતો તો ગ્રામીણો ગોળીનો અવાજ સાંભળીને તેમનો પીછો કર્યો હતો. ગ્રામીણોએ તેમને ઘટના સ્થળ પર જોયા હતા અને હરણોના  મૃતદેહ પણ વન વિભાગને સોંપ્યા હતા.  આ મામલે સલમાન ગોળી ચલાવવાના આરોપી બનાવાયા. 
 
- શિકાર સાથે જોડાયેલા બાકીના બંને કેસમાં એકમાત્ર સાક્ષી હરીશ દુલાની હતો. તેણે પણ નિવેદન બદલી લીધુ હતુ. તેણે સલમાન ઉપરાંત બીજા કલાકારોને ઓળખવાનો ઈનકાર કર્યો હતો.  બીજો કમજોર પક્ષ એ પણ હતો કે તેમને હરણોના મૃતદેહ મળ્યા નહોતા. 



2. બીજી પોસ્ટમોર્ટૅમ રિપોર્ટમાં ચોખવટ થઈ 
 
-કાંકાણી કેસમાં પહેલી રિપોર્ટ ડો. નેપાલિયાની હતી. તેમની રિપોર્ટ મુજબ એક હરણનુ મોત દમ 
ઘૂંટાય જવાથી અને બીજા હરણનુ મોત ખાડામાં પડી જવાથી અને કૂતરા દ્વારા તેને ખાવાથી થયુ.  આરોપી પક્ષનુ કહેવુ હતુ કે આ રિપોર્ટ સાચી નથી કારણ કે તેમા ગન ઈંજરીની વાત નહોતી. 
 
- ત્યારબાદ મેડિકલ બોર્ડ બેસાડવામાં આવી. બોર્ડે બીજી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બંને કાળા હરણોના મોતનુ કારણ ગન શૉટ ઈંજરી જ બતાવી. 
 
આ મામલે સલમાન પર કેટલા કેસ, તેમા શુ થયુ ?
 
- કુલ ચાર કેસ હતા. ત્રણ હરણોના શિકારના ને ચોથો આર્મ્સ એક્ટનો. ઉલ્લેખનીય છે ત્યારે સલમનના રૂમમાંથી પર્સનલ પોસ્તોલ અને રાઈફલ જપ્ત કરવામાં આવી હતી. જેના લાઈસેંસનો સમય ખતમ થઈ ચુક્યો હતો. 
 
ક્યા અને ક્યારે કરવામાં આવ્યો શિકાર ?
 
- સલમાન પર જોધપુરના ઘોડા ફર્મ હાઉસ ને ભવાદ ગામમાં 27-28 સપ્ટેમ્બર 1998ની રાત્રે હરણનો શિકાર કરવાનો આરોપ. કાંકાણી ગામમાં 1 ઓક્ટોબરના રોજ 2 કાળા હરણનો શિકાર કરવાનો આરોપ 
 
- સેફ અલી નીલમ સોનાલી અને તબ્બૂ કેમ આરોપી હતા ?
 
- કાંકાણી ગામ શિકાર મામલે સાક્ષીઓએ કોર્ટમાં જણાવ્યુ હતુ કે ગોળીનો અવાજ સાંભળીને તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. શિકાર સલમાને કર્યો હતો. જીપમાં તેમની સાથે સૈફ અલી, નીલમ, સોનલી અને તબ્બૂ પણ હતા. તેમના પર સલમાનને ઉશ્કેરવાનો આરોપ હતો. ગામના લોકોને જોઈને સલમાન માર્યા ગયેલા હરણોને ત્યા જ છોડીને ગાડી લઈને ચાલ્યા ગયા હતા. 
 
કેટલા કેસમાં સજા સંભળાવી, કેટલામાં બાકી ?
 
1. કાંકાણી ગામ કેસ - આ કેસમાં સલમાનને ગુરૂવારે દોષી ઠેરવવામાં આવ્યો. 
2. ઘોડા ફાર્મ હાસુ કેસ - 10 એપ્રિલ 2006ના રોજ સીજેએમ કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી હતી. સલમાન હાઈકોર્ટ ગયા. 25 જુલાઈ 2016ના રોજ તેમને મુક્ત કરવામાં આવ્યા.   રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે. 
4. આર્મ્સ કેસ - 18 જાન્યુઆરી 2017ના રોજ કોર્ટે સલમાનને મુક્ત કર્યા હતા. રાજ્ય સરકારે આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી છે.