સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 3 એપ્રિલ 2018 (10:32 IST)

SC/ST ACT - હિંસક ભારત બંધમાં 13ના મોત, જવાબદાર કોણ ?

એસસી-એસટી એક્ટમાં સંશોધન વિરુદ્ધ સોમવારે દલિત સંગઠન તરફથી આયોજીત ભારત બંધ દરમિયાન દેશભરમાં 13 લોકોના જીવ ગયા. પોલીસ અને પ્રદર્શનકારીઓની ઝડપમાં સો થી વધુ લોકો ઘાયલ થયા. દસથી વધુ રાજ્ય આગચંપી, તોડફોડ અને હિંસાની ઘટનાઓથી સૌથી વધુ પ્રભાવિત રહ્યા. આ બંધ લોકો માટે જીવલેણ સાબિત થયો. તેમ છતા આ સમસ્યાનુ સમાધાન ન નીકળ્યુ.  કારણ કે આ મુદ્દો ટોચની કોર્ટ સમક્ષ વિચારાધીન છે અને કેન્દ્ર સરકારે આ સમસ્યાના ઉ કેલ માટે પૂર્વની સ્થિતિને કાયમ રાખવા માટે પુનર્વિચાર અરજી દાખલ કરી છે. પણ આ વાતનો જવાબ કોણ આપશે કે ભારત બંધ દરમિયાન જે લોકો માર્યા ગયા અને જે રીતે મોટા પાયા પર સાર્વજનિક અને વ્યક્તિગત સંપત્તિને નુકશાન પહોંચ્યુ એ માટે જવાબદાર કોણ હશે  ? એક અનુમાન મુજબ દેશભર હિંસક ઘટનાઓને કારણે 20 હજાર કરોડનું નુકશાન 
નવજાત બાળક માટે ક્રૂર સિંહ સાબિત થયા હિંસક પ્રદર્શનકારી 
 
ભારત બંધ દરમિયાન, આગચંપી તોડફોડથી સૌથી વધુ પ્રબહવિત રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, બિહાર, મહારાષ્ટ્ર અને ઓડિશા રહ્યા. એકલા એમએમપીમાં સાત લોકોનુ મોત થઈ ગયુ. ગ્વાલિયર અને ભિંડમાં બે-બે અને મુરૈના અને ડબરામાં એક-એક વ્યક્તિને ગોળી વાગવાથી મોત થઈ ગયુ. એક વધુ વ્યક્તિનુ મોત એમપીમાં થવાની સૂચના છે. યૂપીના મુઝફ્ફરનગર, મેરઠ અને ફિરોજાબાદમાં એક એક રાજ્સ્થાનના અલવરમાં એક વ્યક્તિનુ મોત થયુ. જ્યારે કે બિહારના હાજીપુર અને ઉત્તર પ્રદેશના બિઝનૌરમાં આંદોલનકારીઓએ એંબુલેંસનો રસ્તો રોકી દીધો જેના કારણે એક નવજાત અને એક દર્દીએ દમ તોડ્યો.  બિહારમાં સુશાસન બાબૂએ દરેક સ્તર પર પ્રદર્શનકારીઓને રોકવા માટે પોલીસ અધિકારીઓને આદેશ અપી રાખ્યા હતા.  આ જ રીતે અન્ય રાજ્યોમાં પણ સતર્કતા રાખવામાં આવી હ અતી. તેમ છતા હિંસક ઘટનાઓ થઈ. ગ્વાલિયર, ભિંડ, મુરૈના, સવાઈ માઘોપુર, ગંગાપુર સિટી અનેક રાજ્યોમાં પરિવહન અને સંચાર વ્યવસ્થા પૂરી રીતે ઠપ્પ રહી. લગભગ 100 ટ્રેનોનુ પરિચાલન પ્રભાવિત રહ્યુ.  આંદોલનકારીઓએ અનેક સ્થાન પર મોટી સંખ્યામાં વાહનોને આગના હવાલે કરી દીધા. પરિસ્થિતિ બેકાબૂ થઈ જોઈ ગ્વાલિયર, મુરૈના અને ભિંડના અનેક વિસ્તારમાં કરફ્યુ લગાવી દીધો છે અને સેના બોલાવી લીધી છે. રાજસ્થાનના સવાઈ મોઘાપુર ગંગાપુર સિટી કરફ્યુ તો બાડમેર, જાલૌર, સીકર અને અહોરમાં ઘારા 144 લાગૂ કરવી પડી. સરકારી સંસ્થાનો અને મોબાઈલ ઈંટરનેટ સેવાઓ પણ બંધ કરવી પડી.