બિહારમાં પહેલીવાર BJP ના મુખ્યમંતત્રી, સમ્રાટ ચૌઘરીએ લીધા શપથ, JDU માંથી બે ડિપ્ટી સીએમ
આજે ભાજપની રાજકીય સફરમાં એક સુવર્ણ પ્રકરણ છે. બિહારમાં પહેલીવાર ભાજપના મુખ્યમંત્રીએ શપથ લીધા. સમ્રાટ ચૌધરીએ સવારે 11 વાગ્યે પટનાના લોકભવન ખાતે બિહારના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે જેડીયુના ધારાસભ્ય વિજય ચૌધરી અને બિજેન્દ્ર યાદવે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, સમ્રાટ ચૌધરીએ રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.
ભાજપનો 46 વર્ષનો સંઘર્ષ, પહેલીવાર મુખ્યમંત્રી
અગાઉ, નીતિશ કુમારે રાજીનામું આપ્યું હતું. માત્ર નવ વર્ષ પહેલાં ભાજપમાં જોડાયેલા સમ્રાટ ચૌધરી ખૂબ જ સ્પષ્ટ અને આક્રમક નેતા માનવામાં આવે છે. તેઓ 26 વર્ષ પહેલાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, 2024માં ડેપ્યુટી સીએમ બન્યા હતા, અને ભાજપની જંગી જીત બાદ 2025માં ફરીથી ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. હવે, મુખ્યમંત્રી તરીકે, તેમની સામે બિહારનું શાસન ચલાવવાનો પડકાર રહેશે તેમજ પાર્ટી અને એનડીએ ગઠબંધનને સાથે રાખવાનો પડકાર રહેશે. દરમિયાન, જનસંઘ અને પછી ભાજપ હંમેશા બિહારના રાજકારણમાં સક્રિય રહ્યા છે. ભાજપ પહેલા બે વાર સૌથી મોટો પક્ષ બન્યો છે, પરંતુ નીતિશ કુમાર હંમેશા મુખ્યમંત્રી રહ્યા છે. આ પહેલી વાર છે જ્યારે ભાજપ પાસે બહુમતી બેઠકો છે અને તેણે સમ્રાટ ચૌધરીના રૂપમાં પોતાના મુખ્યમંત્રી સુરક્ષિત કર્યા છે.
ડિપ્ટી સીએમ બિજેન્દ્ર યાદવનુ રાજનીતિક કરિયર
-1990 થી સુપૌલના ધારાસભ્ય, "કોસીના વિશ્વકર્મા" તરીકે જાણીતા.
-સૌપ્રથમ 1991 માં લાલુ પ્રસાદ યાદવ સરકારમાં મંત્રી બન્યા, અને 2005 માં નીતિશ કુમાર મુખ્યમંત્રી બન્યા ત્યારે JDU ના પ્રદેશ પ્રમુખ હતા.
-નીતીશ કુમાર કેબિનેટમાં ઘણી વખત ઉર્જા મંત્રી તરીકે સેવા આપી.
-નાણા અને વાણિજ્યિક કર જેવા વિભાગો પણ સંભાળ્યા. 2025 માં તેઓ સતત નવમી વખત જીત્યા.
- 2025 માં કોંગ્રેસના મિન્નતુલ્લાહ રહેમાનીને હરાવ્યા.
ડિપ્ટી સીએમ વિજય ચૌધરીનુ રાજનીતિક કરિયર
- JDU ના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક, નીતિશ કુમારના નજીકના અને તેમના થિંક ટેન્કના સભ્ય.
- 1982 થી બિહાર વિધાનસભાના સભ્ય, તેમણે દાલસિંહસરાઈથી તેમની પહેલી ચૂંટણી જીતી.
- તેમણે 2020માં સરાયરંજનથી તેમની પહેલી ચૂંટણી જીતી અને 2025 માં સરાયરંજન બેઠક જીતી.
- તેમણે નાણા, શિક્ષણ, કૃષિ અને ગ્રામીણ વિકાસ જેવા વિભાગો સંભાળ્યા.
- 2015 થી 2020 સુધી વિધાનસભાના અધ્યક્ષ.
- તેમની સ્વચ્છ છબી છે અને તેમને એક કાર્યક્ષમ પ્રશાસક માનવામાં આવે છે.
બિહારના નવા 'સમ્રાટ' નુ રાજનાતિક કરિયર
- RJD થી રાજકીય કારકિર્દી શરૂ કરી
- 1999 માં રાબડી દેવી સરકારમાં મંત્રી બન્યા
- 2000 માં પહેલી વાર પરબટ્ટાથી ધારાસભ્ય બન્યા
- 2013 માં RJD સામે બળવો કર્યો, JDU માં જોડાયા
- 2 જૂન, 2014 ના રોજ માંઝી સરકારમાં મંત્રી બન્યા
- માંઝીને હટાવવા પર બળવો કર્યો, JDU માંથી સસ્પેન્ડ કર્યા
- 2017 માં ભાજપમાં જોડાયા, 2023 માં બિહાર ભાજપ પ્રમુખ બન્યા
- 2021 માં નીતિશ કુમાર કેબિનેટમાં મંત્રી બન્યા
- 2024 માં નીતિશ કુમાર સરકારમાં નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સંભાળી
- 2025 માં તારાપુરથી વિધાનસભા ચૂંટણી જીતી
- 2025 માં બીજી વાર નાયબ મુખ્યમંત્રી બન્યા
- 15 એપ્રિલ, 2026 ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા