બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By

યુવતી માટે વરની શોધ કરતા, પ્રેમી બન્યો હત્યારો

તેલંગાણામાં એક યુવકે એક યુવતીની હત્યા કરી. તેણે તેની સાથે હાજર યુવતીની બહેન પર પણ હુમલો કર્યો, જેના કારણે તે ઘાયલ થઈ ગઈ. મામલો પ્રેમ પ્રકરણનો છે. રાજ્યના નિર્મલ જિલ્લાના ખાનપુર ટાઉનમાં ગુરુવારે આ ઘટના બની હતી.
 
મૃતક યુવતી અને આરોપી વચ્ચે પ્રેમસંબંધ હતો. યુવતીના પરિવારજનો યુવતી માટે વરની શોધ કરી રહ્યા હતા. પિતા દીકરીના લગ્ન ગોઠવવા માંગતા હતા. આ જોઈને યુવતી તેના પ્રેમીથી  દૂરી બનાવવા લાગી. આરોપીઓને આ સ્વીકાર્ય ન હતું.
 
યુવતીનું ઘટનાસ્થળે જ મોત, બહેન ઘાયલ
 
મૃતક યુવતીની ઓળખ અલેખ્યા તરીકે થઈ છે. તે ગુરુવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ સિલાઈ ઈન્સ્ટિટ્યૂટમાંથી તેની બહેન સાથે પરત ફરી રહી હતી. દરમિયાન તેના પ્રેમી જુકાંતી શ્રીકાંતે તેના પર કુહાડી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અલેખ્યાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સાથે જ તેની બહેનને પણ ઈજા થઈ છે.
 
હુમલા બાદ શ્રીકાંત ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ તેને શોધી રહી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આલેખ્યા અને શ્રીકાંત વચ્ચે પ્રેમસંબંધ હતો. જ્યારે પરિવારે તેના એરેન્જ્ડ મેરેજ માટે પ્લાનિંગ શરૂ કર્યું ત્યારે અલેખ્યાએ શ્રીકાંતથી અંતર જાળવવાનું શરૂ કર્યું. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આરોપીની શોધ ચાલી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે.