શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2022 (19:29 IST)

સિકંદરાબાદની હોટલમાં આગ, ઈલેક્ટ્રિક સ્કૂટર ચાર્જ કરતી વખતે વિસ્ફોટ, 8ના મોત

fire
સિકંદરાબાદની એક હોટલમાં લાગેલી આગમાં આઠના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ઇલેક્ટ્રિક સ્કૂટરને ચાર્જ કરતી વખતે વિસ્ફોટ થયો હતો.હૈદરાબાદના કમિશનર સીવી આનંદે જણાવ્યું કે ગ્રાઉન્ડ ફ્લોર પર ઇલેક્ટ્રિક સ્કૂટર રિચાર્જિંગ યુનિટમાં આગ, ધુમાડાને કારણે પહેલા અને બીજા માળે રહેતા લોકો ફસાઈ ગયા.
 
દુર્ભાગ્યપૂર્ણ ઘટના
તેલંગાણાના ગૃહમંત્રી મોહમ્મદ મહમૂદ અલીએ કહ્યું કે આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ફાયર બ્રિગેડની ટીમોએ લોજમાંથી લોકોને બહાર કાઢવાનો તમામ પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ધુમાડાને કારણે કેટલાક લોકોના મોત થયા હતા. લોજમાંથી કેટલાક લોકોને બચાવી લેવાયા હતા. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટના કેવી રીતે બની: બાકીના લોકો બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા હતા અને સ્થાનિકોએ તેમને બચાવી લીધા હતા. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, ફાયર બિગ્રેડ ઘટનાસ્થળે છે. પોલીસનું કહેવું છે કે સૌથી પહેલા હોટલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અકસ્માતને કારણે, પ્રથમ દ્રષ્ટિએ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં વિસ્ફોટ દેખાય છે.