શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (12:36 IST)

આતંકવાદીઓ વિરુદ્ધ કાશ્મીરમાં મોટુ સર્ચ ઓપરેશન, શોપિયામાં સુરક્ષાબળોએ 20 ગામને ધેર્યા

દક્ષિણ કાશ્મીરના શોપિયાં અને પુલનામામાં હાલિયા આતંકી ઘટનાઓ પછી સુરક્ષાબળોએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષાબળોએ કાશેમેરના શોપિયાંના 20થી વધુ ગામની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે.  તાજેતરમાં જ પુલવામા અને શોપિયાંમાં આતંકવાદીઓ તરફથી બેંકોને લૂટવા, પોલીસના હથિયાર લૂટવા અને પત્થરબાજીની ઘટના પછી સુરક્ષાબળોની આતંકવાદ વિરુદ્ધ આ કાર્યવાહી સામે આવી છે. 
 
શોપિયામાં આતંકવાદીઓ ખુલ્લેઆમ ફરી રહ્યાં છે તેવો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા દળોએ અહી એન્ટી-ટેરર ઓપરેશન લોન્ચ કર્યું છે. ગુરુવારે સવારે લોન્ચ થયેલા આ ઓપરેશનમાં સેના, અર્ધસૈનિક દળ અને જમ્મુ-કાશ્મીર પોલીસના અંદાજે અઢીથી ત્રણ હજાર જેટલા જવાનો સામેલ છે. આ પહેલા દક્ષિણ શોપિમાં બુધવારે મોડી રાત સંદિગ્ધ આતંકવાદીઓ કોર્ટ કોમ્પ્લેક્સની સુરક્ષામાં તૈનાત પોલીસ કર્મચારીઓ પર હુમલો કરીને તેમની 5 સર્વિસ રાઈફલ લૂંટીને ગયા હતા. આતંકવાદીઓએ 4 ઈન્સાસ રાઈફલ અને એક એકે-47 રાઈફલને લૂંટી હતી. આ ઉપરાંત બુધવારે જ પુલવામામાં બે કલાકની અંદર 2 બેંકોને લુંટી હતી.
પુલવામાના એસપી રઈસ મોહંમદ ભાટે જણાવ્યુ કે, શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, બેંક લૂંટની ઘટનાઓમાં આતંકી સંગઠન લશ્કરે-તોયબાનો હાથ છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી અમે પદગમપુરા અને ખગપુરાના એક-એક આતંકીઓની ઓળખ કરી છે, જે સાબિત કરી છે કે આ ઘટનાઓની પાછળ લશ્કરે-તોયબાનો હાથ છે.
 
એસપીએ કહ્યું કે, આ વાત સાફ છે કે હાલ આતંકી સંગઠન રૂપિયાની અછતમાં છે, અમે એ પણ જોયું છે કે તેઓ વધુ આધુનિક ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો પણ ઉપયોગ કરી રહ્યાં છે. જેની અમે તપાસ કરી રહ્યા છીએ.
 
આ પહેલા 1 મેના રોજ આતંકવાદીઓએ કુલગામમાં કેશવેન લૂંટી હતી. આ ઘટનામાં 5 પોલીસ કર્મચારીઓ અને 2 બેંક કર્મચારીઓની મોત થઈ હતી. પોલીસવાળા અને બેંક કર્મચારીઓને આતંકવાદીઓએ તેમની ગાડીમાઁથી બહાર ઢસડીને મારી નાખ્યા હતા. આતંકીઓએ પોલીસવાળાના હથિયાર પણ લૂંટી લીધા હતા.