રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 12 જુલાઈ 2023 (12:35 IST)

Delhi ના ગીતા કોલોનીમાં શ્રદ્ધા જેવી હત્યાકાંડ! ફ્લાઈઓવરની નીચે એક મહિલાના ટુકડા મળ્યા

Fragments of a woman found in Delhi
દિલ્હીમાં ફરી શ્રધ્ધા મર્ડર કેસ જેવી ઘટના - રાજધાની દિલ્હીના ગીતા કોલોની વિસ્તારમાં એક ફ્લાઈઓવરની પાસે મહિલાની લાશના ટુક્ડા મળ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે પોલીસે લાશના અનેક ટુકડાઓ મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી.

ઘટનાસ્થળે પહોંચેલી પોલીસના જણાવ્યા અનુસાર, તેમને સવારે 9.15 વાગ્યે જાણ કરવામાં આવી હતી કે ફ્લાયઓવર પાસે કેટલાક માનવ અંગો પડ્યા છે. અંગો અનેક જગ્યાએ વિખરાયેલા હતા. મહિલાની ઓળખ હજુ સુધી થઈ નથી, જોકે આ ઘટનાથી દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા હત્યા કેસની યાદો તાજી થઈ ગઈ છે.
 
પ્રાથમિક તપાસમાં મહિલાની ઉંમર 35થી 40ની વચ્ચે હોવાનું અનુમાન છે કોતવાલી પોલીસા વિસ્તારમાં હત્યાનો મામલો નોંધાઈને તપાસા શરૂ થઈ ગયુ છે. હજુ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. 

Edited By-Monica Sahu