1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Six Bodies Found in Bhutnal Lake

કર્નાટકની ભૂતનાલ તળાવમાં એકસાથે 6 મૃતદેહ મળતાં ચકચાર, 4 મહિલાઓ અને 2 બાળકોનો સમાવેશ

Six Bodies Found in Bhutnal Lake
વિજયપુરા: કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં બુધવારે સવારે ભૂતનાલ તળાવમાંથી એકસાથે છ મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ હતી. મૃતકોમાં ચાર મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં આદર્શ નગર પોલીસની ટીમ સહિત વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પોલીસે તળાવમાંથી તમામ મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે, મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

તળાવમાં તરતા જોવા મળ્યા 6 મૃતદેહ

મળતી માહિતી મુજબ, બુધવારે સવારે સ્થાનિક લોકોની નજર તળાવના પાણીમાં તરતા મૃતદેહો પર પડી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ આદર્શ નગર પોલીસ સ્ટેશનની ટીમ અને વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
 
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યા બાદ તમામ મૃતદેહોને તળાવમાંથી બહાર કઢાવ્યા હતા. છ મૃતદેહ મળ્યાની ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. મૃતકોની ઓળખ અને ઘટનાના કારણ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
div>
આગળનો લેખ
પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન બે મહિલા કોન્સ્ટેબલને થયો પ્રેમ, હવે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી