શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ઈન્દોર , શુક્રવાર, 28 જુલાઈ 2017 (16:54 IST)

OMG - કોબીજમાં હતો સાંપ.. ભૂલથી શાક બનાવીને ખાઈ ગઈ મા-દિકરી !!

. વિચિત્ર ઘટનાઓમાં અહી 35 વર્ષીય મહિલાએ કોબીજમાં છિપાયેલા સાંપના બચ્ચાને આ શાક સાથે અજાણતા જ કાપીને બાફી નાખ્યુ અને આ બનાવેલુ શાક પોતાની પુત્રી સાથે મળીને ખાઈ લીધુ.  તબિયત ખરાબ થયા પછી મા-દિકરીને એક સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 
 
સરકારી દવાખાનુ મહારાજા યશવંતરાય ચિકિત્સાલાયના મેડિસિન વિભાગના ડોક્ટર ઝંવરે બતાવ્યુ કે ખજરાના ક્ષેત્રમાં રહેનારી આફજાન ઈમામ (35) અને તેની પુત્રીએ આમના(15) ને ગુરૂવારે રાત્રે દવાખાનામાં દાખલ કરવામાં આવી. 
 
ઝંવરે કહ્યુ - મા દિકરીએ ડોક્ટરોને જણાવ્યુ કે તેમને ગુરૂવારે સાંજે ઘરમાં કોબીજનુ શાક બનાવ્યુ હતુ. જેમા કથિત રૂપે સાંપનુ બચ્ચુ છિપાયેલુ હતુ.  ભોજનના થોડીવાર પછી તેમણે બચેલા શાકમાં સાંપના અવશેષ જોવા મળ્યા.  ત્યારબાદ તેમની હાલત બગડી ગઈ અને તેમને ઉલ્ટીઓ કરવી શરૂ કરી દીધી. 
 
ડોક્ટરે જણાવ્યુ કે મા દિકરીને જરૂરી દવાઓ આપ્યા પછી તેમની જુદા જુદા પ્રકારની મેડિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. જેથી જાણ થઈ શકે કે તેમના શરીરમાં કોઈ ઝેર ની અસર તો નથી ને.. બંને દર્દીઓની હાલત હાલ સ્થિર છે. 
 
ઝંવરે જણાવ્યુ - સામાન્ય રીતે સાંપનુ ઝેર ત્યારે જીવલેણ બની જાય છે જ્યારે તે લોહી દ્વારા મનુષ્યના શરીરમાં પહોંચી જાય છે.  હાલ અમે સાવધાની રૂપે મા-દિકરીને બે દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરીને તેમની હાલત પર નજર રાખીશુ.