1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : સોમવાર, 22 એપ્રિલ 2024 (12:53 IST)

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, 14 વર્ષની રેપ પીડિતાને 30 સપ્તાહનો ગર્ભપાત કરવાની મંજુરી

supreme court
સુપ્રીમ કોર્ટે સોમવારે એક મોટો નિર્ણય સંભળાવ્યો. રેપ પીડિતના ગર્ભપાતના મામલામાં સુનાવણી કરતા ટોચની કોર્ટે કહ્યુ કે 14 વર્ષીય રેપ પીડિતાનો ગર્ભપાત થશે. કોર્ટે 14 વર્ષીય રેપ પીડિતાને 30માં અઠવાડિયામાં ગર્ભપાત કરવાની મંજુરી આપી દીધી. હાઈકોર્ટે કહ્યુ કે આ આ રેપનો મામલો છે. સાથે જ પીડિતા 14 વર્ષની છે. આ અસાધારણ મામલાને જોતા ગર્ભપાતની મંજુરી આપી છે. 
 
મેડિકલ તપાસનો આદેશ 
આ પહેલા સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલના રોજ 14 વર્ષીય પીડિતાની મેડિકલ તપાસનો આદેશ આપ્યો હતો.  પીડિતાએ પોતાની 28 અઠવાડિયાના ગર્ભને પાડવાની માંગ કરતા સુપ્રીમ કોર્ટમાં અરજી લગાવી હતી. મુખ્ય કોર્ટે ડીવાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જેબી પારદીવાલાની પીઠ રેપ પીડિતાની તરફથી તત્કાલ ન્યાયિક હસ્તક્ષેપની માંગને લઈને મોકલેલ એક ઈમેલ પર તપાસ કર્યા પછી મામલાની તત્કાલ સુનાવણી માટે 19 એપ્રિલના રોજ લગભગ 4.30 વાગે એકત્ર થયા. 
 
એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીએ  આ કેસમાં સરકાર તરફથી રજૂઆત કરી હતી. કોર્ટે મુંબઈની સાયન હૉસ્પિટલ પાસેથી બાળકીની સંભવિત શારીરિક અને મનોવૈજ્ઞાનિક સ્થિતિ અંગે રિપોર્ટ માંગ્યો હતો કે જો તેણીએ તબીબી ગર્ભપાત કરાવ્યો હોય અથવા તેને તેમ ન કરવાની સલાહ આપવામાં આવી હોય.
 
28 અઠવાડિયાની ગર્ભવતી
કિશોરીની  માતા તરફથી નોંધાયેલ અરજી પર હાઈકોર્ટે સુનાવણી કરી જેમા મુંબઈ હાઈકોર્ટના આદેશને પડકાર આપ્યો હતો. જેમા ગર્ભપાત કરવાની મંજુરી આપવાથી ઈંકાર કર્યો હતો. અરજદાર તરફથી કોર્ટમાં હાજર વકીલે કહ્યુ કે સગીર 28 સપ્તાહની ગર્ભવતી છે અને હાલ મુંબઈમાં છે. 
 
શુ એ એમટીપી અધિનિયમ ?
ઉલ્લેખનીય છેકે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનેંસી (એમટીપી) અધિનિયમ હેઠળ વિવાહિત મહિલાઓ સાથે વિશેષ શ્રેણીઓની મહિલાઓ માટે ગર્ભાપાત કરવાની અધિકતમ સીમા 24 સપ્તાહ છે. જેમા રેપ પીડિત અને અન્ય કમજોર મહિલાઓ જેવી કે વિકલાંગ અને સગીરનો સમાવેશ છે.