બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 7 ઑગસ્ટ 2019 (13:57 IST)

સુષમાની લવ સ્ટોરી - પતિના નામને સરનેમ બનાવ્યુ, કટોકટીમાં કર્યા હતા લગ્ન

જે હરિયાણા લિંગાનુપાત માટે બદનામ રહ્યુ, તેની માટીમાં વર્ષ 1952ના રોજ વેલેન્ટાઈન્સ ડે (14 ફેબ્રુઆરી)ના રોજ એક છોકરીએ જન્મ લીધો. કદાચ જ કોઈએ વિચાર્યુ હશે કે તે છોકરી એક દિવસ ભારતમાં જ નહી દુનિયાભરમાં નામ કમાવશે.  અમે વાત કરી રહ્યા છીએ પૂર્વ વિદેશ મંત્રી અને બીજેપીની કદાવર નેતા સુષમા સ્વરાજની. જેમનુ મંગળવારે 67 વર્ષની વયે દિલ્હીના એમ્સમાં નિધન થઈ ગયુ. તેમના અંતિમ સંસ્કાર બુધવારે થશે. 
 
ઘરમાથી મળ્યુ હતુ RSSનું પ્રશિક્ષણ 
 
આમ તો માતા-પિતાનો સંબંધ પાકિસ્તાનના લાહોર સાથે હતો જે પછી હરિયાણાના અંબાલામાં રહેવા લાગ્યા. પિતા હરદેવ શર્મા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જાણીતા સભ્ય હતા. તેથી સંઘની પાઠશાળાનુ જ્ઞાન તેમને ઘરમાંથી જ મળ્યુ. સંસ્કૃત અને રાજનીતિ વિજ્ઞાનમાં અંબાલા કૈટના સનાતન ધર્મ કોલેજમાં અભ્યાસ મેળવ્યો અને ત્યારબાદ ચંડીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી લૉ કર્યુ. બોલવાનો હુનર એવો કે હરિયાણાના લૈગ્વેજ ડિપાર્ટમેંટના કૉમ્પિટિશનમાં સતત ત્રણ વર્ષ સર્વશ્રેષ્ઠ હિન્દી વક્તાનો એવોર્ડ મેળવ્યો.  
 
કોલેજમાં થઈ હતી પતિ સાથે મુલાકાત 
 
રિપોર્ટ્સ મુજબ સુષમા સ્વરાજના લૉનો અભ્યાસ દરમિયાન સ્વરાજ કૌશલ સાથે મુલાકાત થઈ હતી. બંનેની પ્રેમ કહાની કોલેજથી શરૂ થઈ. સુષમા સ્વરાજ સુપ્રીમ કોર્ટની વકીલ પણ રહી ચુકી છે. આ એ સમયની વાત છે જ્યારે હરિયાણામા કોઈ યુવતીના પ્રેમ વિવાહ કરવુ તો દૂર પણ તેના વિશે વિચારવુ પણ ખૂબ મોટી વાત માનવામાં આવતી હતી. પણ કમાલની વાત એ પણ હતી કે સુષમા સ્વરાજ આરએસએસ સાથે જોડાયેલી હતી અને સ્વરાજ કૌશલ સોશિલિસ્ટ વિચારધારાને માનતા હતા. 
 
કટોકટીમાં કર્યા હતા લગ્ન  
 
વર્ષ 1975માં સુષમા સ્વરાજ સોશિયાલિસ્ટ નેતા જોર્જ ફર્નાડિસની લીગલ ડિફેસનો ભાગ બની ગઈ.  જેમા સ્વરાજ કૌશલ પણ હતા. તેમણે અને સ્વરાજ કૌશલે કટોકટી દરમિયાન જયપ્રકાશ નારાયણના આંદોલનમાં આગળ પડતો ભાગ લીધો. અહી બંને વચ્ચે નિકટતા વધી અને તેમને લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો.  પણ એટલુ સહેલુ નહોતુ. બંન્ને ને પોતાની ફેમિલીને મનાવવામાં ખૂબ મુશ્કેલી ઉઠાવવી પડી.  ત્યારબાદ 13 જુલાઈ 1975ના રોજ બંનેયે લગ્ન કરી લીધા. લગ્ન પછી સુષમા સ્વરાજે પોતાના પતિના નામને જ સરનેમ બનાવી દીધુ.