શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 10 જાન્યુઆરી 2022 (12:39 IST)

કોરોનાના ડરથી આ રાજ્યના પરિવારે કરી આત્મહત્યા, માતા-પુત્રનુ તડપી-તડપીને થયુ મોત

તમિલનાડુ (Tamilnadu)માં કોરોના  (Covid-19)ના ભયથી એક માતાએ પોતાના 3 વર્ષના પુત્ર સાથે ઝેર પી ને જીવ આપી દીધો. ઘટના મદુરૈ (Madurai)ની છે. મહિલાની વય 23 વર્ષની નિકટ બતાવાય રહી છે. 
 
સમાચાર મુજબ આ મહિલાના પરિવારમાં કોરોના (Covid-19)ના ભયથી કુલ 5 લોકોએ ઝેર પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. તેમા જીવ આપઅનરી મહિલાનો ભાઈ અને માતાનો પણ સમાવેશ છે. તમિલનાડુ પોલીસ (Tamilnadu Police) ના મુજબ તેમાથી 3 લોકોનો જીવ તો બચાવી લેવામાં આવ્યો પણ માતા પુત્રને ન બચાવી શકાયા. મરનારી મહિલાનુ નામ જોતિકા બતાવાયુ છે. તે પોતાના પતિથી અલગ થઈને પોતાની માતા લક્ષ્મી સાથે રહેતી હતી. 
 
જોતિકાના પિતા નાગરાજનુ ડિસેમ્બરમાં નિધન થઈ ગયુ હતુ. ત્યારબાદ આખો પરિવાર આર્થિક દબાણનો સામનો કરી રહ્યો હતો. એવુ બતાવાય રહ્યુ છેકે જોતિકા આઠ જાન્યુઆરીના રોજ કોરોના  (Corona)થી સંક્રમિત થઈ હતી. જેની માહિતી જ્યારે તેની પોતાની માતાને આપી તો તે ખૂબ જ ગભરાઈ ગઈ. ત્યારબાદ સમગ્ર પરિવારે ઝેર પી લીધુ. 
 
પડોશીઓને બીજા દિવસે આ વિશે જાણ થઈ. ત્યારે તેમણે પોલીસને માહિતી આપી. પોલીસે તરત જ બધા બીમારોને હોસ્પિટલ પહોંચાડ્યા. પણ જોતિકા અને તેનો પુત્ર બચી શક્યો નહી. પોલીસ મુજબ આ ઘટનાની બાબતે કેસ નોંધીને તપાસ કરવામાં આવી રહી છે.