Tamlnadu Exit Poll - વિજય જીતશે 200 થી વધુ સીટો, આખી દુનિયામાં ઓળખાશે સીટી ક્રાંતિ, તમિલનાડુમાં TVK નેતાએ એક્ઝિટ પોલને નકાર્યુ
તમિલનાડુ સહિત પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીની વોટિંગ ખતમ થઈ ગઈ છે. બુધવારે સાંજે એક્ઝિટ પોલ પણ સામે આવી ગયુ છે. ટીવીકે નેતા કે. એ. સેમોટ્ટઈયન એ તમિલનાડુ વિધાનસભા માટે વિવિધ એક્ઝિટ પોલના પરિણામોને નકાર્યા છે. તેમણે કહ્યુ કે આ સર્વેક્ષણ પરિણામથી જુદા છે. તેમની પાર્ટીના પ્રત્યે ભારે જન સમર્થનને યોગ્ય રીતે નથી દર્શાવતા.
થવાનુ છે ઐતિહાસિક રાજનીતિક પરિવર્તન
સેંગોટ્ટાઇયને કહ્યું, "તે (વિજય) 200 બેઠકો જીતીને તમિલનાડુમાં સત્તા સંભાળશે. લોકોએ આ પહેલા જ નક્કી કરી લીધું છે." ઐતિહાસિક રાજકીય પરિવર્તનની આગાહી કરતા, સેંગોટ્ટાઇયને કહ્યું કે રાજ્ય હાલની આગાહીઓને અવગણીને ઐતિહાસિક રાજકીય પરિવર્તનની આરે છે.
આખી દુનિયામાં જાણીતી થશે પાર્ટી
મીડિયા સાથે વાત કરતા, સેંગોટાઈયને કહ્યું, "તમિલનાડુ અને દેશના ઇતિહાસમાં, આપણે હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ અને સમાજવાદી ક્રાંતિ જોઈ છે. હવે, આપણા નેતા થલાપતિની 'સીટી ક્રાંતિ' ફક્ત તમિલનાડુમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતી થશે. આ જ થવાનું છે."
પહેલા પણ ખોટો સાબિત થયો હતો એક્ઝિટ પોલ
ટીવીકેનું ચૂંટણી પ્રતીક "સીટી" છે. ટીવીકે નેતાએ એ પણ નિર્દેશ કર્યો કે પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં, છેલ્લી ચૂંટણીમાં એક્ઝિટ પોલ અને અંતિમ પરિણામો વચ્ચે વિસંગતતાઓ હતી.
