સોમવાર, 1 સપ્ટેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 23 ઑક્ટોબર 2022 (15:38 IST)

મદદ માંગી રહી મહિલાને નેતાએ જાહેરમાં લાફો ઝીંક્યો, માર ખાઈને પણ તેના પગે લાગી

v somanna
કર્નાટક સરકારમાં મંત્રી વી સોમન્નાએ એક મહિલાને લાફો માર્યો. મહિલા મંત્રીથી મદદ માગી રહી હતી. મંત્રી દ્વારા માર ખાતા પછી પણ મહિલા તેમના પગે લાગી અને તેમનો આશીર્વાદ માંગ્યુ. ઘટના શનિવારને ચામરાજનગર જીલ્લાના હંગાલા ગામમાં થઈ. મંત્રી જમીન માલિકીની અધિકાર વહેંચણીના કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.
 
મહિલાએ જમીનની માલિકી ન મળતા ભાજપના નેતાને અરજી કરી હતી. આનાથી મંત્રી એટલો ગુસ્સે થયો કે તેણે મહિલાને ચાટી દીધી. મંત્રીએ મહિલાને થપ્પડ મારવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું છે.મહિલાની ઓળખ કેમ્પમ્મા તરીકે થઈ છે. 
 
કર્ણાટકના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ મિનિસ્ટર સોમન્નાએ તેમને થપ્પડ મારી હતી. થપ્પડ માર્યા બાદ પણ મહિલાએ મંત્રીનો બચાવ કર્યો હતો. જ્યારે મીડિયા દ્વારા પૂછાયુ ત્યારે કેમ્પમ્માએ કહ્યું કે મંત્રી તેમને દિલાસો આપી રહ્યા છે. તે ઘરમાં અન્ય દેવતાઓ સાથે "મંત્રીની પૂજા કરે છે".