ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 2 જૂન 2023 (18:07 IST)

મોદી સ્ટેડિયમમાં રમાયેલ ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં ખાલીસ્તાની ધમકી મામલે સામે આવ્યું મહારાષ્ટ્ર કનેક્શન

India-Australia Test match threat
India-Australia Test match threat
પોલીસે મધ્યપ્રદેશ બાદ મહારાષ્ટ્રના ભીવંડીમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી
 
અગાઉ પોલીસે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી
 
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગત 8 માર્ચે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં સ્ટેડિયમમાં નહીં જવા માટે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંગ પુન્નુના નામે લોકોને ધમકી આપવાની ઘટનામાં સાઇબર ક્રાઈમે ઉત્તરપ્રદેશના મોદી નગરમાંથી વધુ એક ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું  હતું. ગુરપતવંત સિંગ પુન્નુના અવાજમાં વોઈસ રેકોર્ડિંગ કોલના આધારે ધમકી આપનારા બે આરોપીની પોલીસે અગાઉ મધ્યપ્રદેશથી ધરપકડ કરી ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું હતું. જોકે બે આરોપી પકડાઈ જતા અન્ય આરોપીઓએ ટેલિફોન એક્સચેન્જની જગ્યા ઉત્તરપ્રદેશના મણાવા વિસ્તારથી બદલીને મોદી નગરમાં બનાવી હતી. હવે આ કેસમાં સાયબર ક્રાઈમ બ્રાંચે મહારાષ્ટ્રથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે અને વધુ ચાર સીમ બોક્સ પકડી પાડ્યાં છે. 
India-Australia Test match threat
ભીવંડીમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી
આ ગુનામાં સંડોવાયેલા બીજા આરોપીઓની ટેકનિકલ માહિતી મેળવીને તેનું એનાલિસિસ કરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી પકડાયા હતાં. જેમાં મશીદ ગુલશેરખાન અને મોહમ્મદ શાહિદ જફરે આલમની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી ચાર સીમ બોક્સ, 3 રાઉટર, 3 મોબાઈલ, એક લેપટોપ અને 605 સીમકાર્ડ કબજે કર્યા હતાં. આરોપીઓ મહારાષ્ટ્રમાં ભીવંડી અને થાણે ખાતે નકલી ટેલિફોન એક્સચેન્જ ઉભું કરીને લોકોને ધમકી આપી ગુનાને અંજામ આપતાં હતાં. આ આરોપીઓને પકડવા માટે ગુજરાતથી સાયબર ક્રાઈમ બ્રાંચની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી. જ્યાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી. 
 
અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી
ગત 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચમાં બંને દેશના વડાપ્રધાન મેચ જોવા આવવાના હતા, જેથી મેચની આગલી રાતે જ ગુરપતવંત સિંગ પુન્નુના વોઈસ રેકોર્ડિંગવાળો કોલ ગુજરાતના ઘણા બધા લોકો પર ગયો હતો, જેમાં કોઈને પણ મેચ જોવા સ્ટેડિયમમાં નહીં જવા માટે ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ સાઈબર ક્રાઈમની ટીમે મધ્યપ્રદેશના ભાડાના મકામાં ગેરકાયદે ઊભું કરાયેલું ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું હતું.​​​​​​​આ સાથે પોલીસે રાહુલકુમાર દ્વિવેદી અને નરેન્દ્રકુમાર કુશવાહની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. 
 
એક નકલી ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું 
પોલીસે દરોડો પાડતા મોદીનગર વિસ્તારના એક મકાનમાંથી વધુ એક નકલી ટેલિફોન એક્સચેન્જ પકડી પાડ્યું હતું, જેમાં 3 સીમબોક્સ, 3 રાઉટર અને 3 મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ પકડાઈ હતી. ટેલિફોન એક્સચેન્જ ઊભું કરવા માટે તે બંનેએ 11 સીમ બોક્સ તેમ જ સીમ કાર્ડ સહિતની ચીજવસ્તુઓની મુંબઈથી ખરીદી કરી હતી, જેના માટે તેમણે 1100 કરતાં પણ વધુ સીમ કાર્ડનો ઉપયોગ કર્યો હતો. આથી આ ટેલિફોન એક્સચેન્જનો ઉપયોગ કયા કયા હેતુસર કરવામાં આવતો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી, જેના ભાગરૂપે જ આ ટોળકી દ્વારા કાર્યરત વધુ એક ટેલિફોન એક્સચેન્જ ઉત્તરપ્રદેશમાંથી પકડાયું છે.