ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 જૂન 2023 (17:04 IST)

લગ્નના 20 દિવસ પછી પતિએ પોતે કરાવ્યા પત્નીના બીજા લગ્ન

Jharkhand news- અમારા દેશમાં માતા-પિતા જ તેમના લગ્ન કરાવે છે. પણ અહીં એક અજીબ ઘટના સામે આવી રહી છે. અહીં એક પતિએ લગ્ન ના 20 દિવસ પછી તેમના પત્નીના બીજા લગ્ન તેમન બાળપણના પ્રેમી સાથે કરાવ્યા છે. 
 
આ મામલો ઝારખંડનો છે. ઝરખંડના પલામૂના મનાતૂ પોલીસ વિસ્તારના ભીતકિલા ગામના રહેવાસી સનોજ સિંહના લગ્ન 10 મે ના દિવસે પ્રિયંકા નામની છોકરી સાથે થઈ હતી. રીતિ રિવાજથી લગ્ન થયા પછી પ્રિયંકા તેમના સાસરે આવી ગઈ. 15 મેને તેમના બાળપણનો પ્રેમી જીતેંદ્ર વિશ્વકર્મા તેમના સાસરે પહોંચ્યો અને બન્ને ત્યાંથી ભાગવાના હતા. 
 
પણ પ્રિયંકા અને જીતેંદ્ર ત્યાંથી ભાગી શકે તે પહેલા સાસરિયાઓએ બન્નેને પકડી લીધો હતો. આ વિશે જ્યારે પ્રિયંકાના પતિ સનોજ સિંહને ખબર પડી તો તેણે તેમની પત્નીને જીતેંદ્રને સુપરત કરવાના ફેસલો કર્યો. તેમજ પ્રિયંકા અને જિતેન્દ્રનું કહેવું છે કે તેઓ બંને પુખ્ત વયના છે અને બંને સાથે જીવન વિતાવવા માંગે છે. દરમિયાન પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.