મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હી. , સોમવાર, 22 જુલાઈ 2024 (14:15 IST)

કાવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટના સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે, કહ્યુ - દુકાનદારોની ઓળખ બતાવવાની જરૂર નથી

court
કાવડ રૂટ પર નેમ પ્લેટ લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટેનો મોટો નિર્ણય સામે આવ્યો છે. સુપ્રીમ કોર્ટે સરકારના કાંવડ રૂટ પર નેમ પ્લેટ લગાવવાના નિર્ણય પર સ્ટે લગાવી દીધો છે અને કહ્યુ કે દુકાનદારોને ઓળખ બતાવવાની જરૂર નથી.  આ ઉપરાંત કોર્ટે યૂપી, ઉત્તરાખંડ અને મઘ્યપ્રદેશ સરકારને નોટિસ પણ રજુ કરી છે અને શુક્રવાર સુધી જવાબ માંગ્યો છે. 
 
પછી દુકાનદારોએ શુ બતાવવુ પડશે ?
સુપ્રીમ કોર્ટે કહ્યુ કે દુકાનદારોને ફક્ત ખાવાના પ્રકાર બતાવવા પડશે કે તેઓ શાકાહારી છે કે માંસાહારી. નેમ પ્લેટ કેસની આગામી સુનાવણી 26 જુલાઈના રોજ થશે. 
 
શુ છે આખો મામલો ?
આજે સુપ્રીમ કોર્ટમાં કાંવડ યાત્રા નેમપ્લેટ વિવાદ મામલામાં સુનાવણી થઈ હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા કાવડયાત્રાના રૂટ પર દુકાનદારોને પોતાની ઓળખ બતાવવાનુ કહ્યુ હતુ.  જ્યારબાદ જોવા મળ્યુ હતુ કે દુકાનદારોએ પોતાની દુકાન બહાર પોતાના નામના પોસ્ટર લગાવ્યા હતા. આ મામલાને લઈને એ પણ સામે આવ્યુ હતુ કે અનેક દુકાનોના નામ હિન્દુઓના નામ પર મુકવામાં આવ્યા હતા અને તેના માલિક મુસ્લિમ હતા. 
 
આ મામલાને લઈને સોશિયલ મીડિયા પર પણ લોકો ખૂબ કમેંટ કરી રહ્યા હતા અને રાજનીતિક નિવેદનબાજી પણ સામે આવી રહી હતી. વિપક્ષી દળ સરકારના આ નિર્ણયનો વિરોધ કરી રહી હતી.