સોમવાર, 18 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:50 IST)

સુરંગ બનાવી સંતાડ્યો હતો દારૂ, પોલીસે બુટલેગરના આઇડિયા ફેરવી દીધું પાણી

રાજ્યમાં સતત દારૂનો વેપલો વધતો જાય છે. દારૂબંધી હોવાછતાં રાજ્યમાં ખુલ્લેઆમ દારૂનુ દૂષણ વધતું જાય છે. ત્યારે વડોદરા પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. 
 
બુટલેગરો દારૂનો જથ્થાને ઘૂસાડવા માટે અવનવા અખતરા કરતા હોય છે. પરંતુ કહેવાય છે કે કાનૂન કે હાથ લંબે હોતે હૈ.. એજ પ્રકારે પોલીસ પણ તેમના બદ ઇરાદાને નિષ્ફળ બનાવી છે. ત્યારે વડોદરા તાલુકા પોલીસે શેરખી ગામના કોતરમાં સુરંગ બનાવીને સંતાડવામાં આવેલો વિદેશી શરાબનો જથ્થો શોધી કાઢ્યો હતો. પોલીસે આશરે 73 હજારનો મુદ્દામાલ ખાડો ખોદીને રિકવર કર્યો છે. જ્યારે આ શરાબનો જથ્થો કોણે સંતાડયો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
 
વડોદરા તાલુકા પોલીસ મથકના ભુપેન્દ્રસિંહ માહિડા સહિતના સ્ટાફને માહિતી મળી હતી કે શેરખી નાના ભાગમાં કોતરના ભાગે જમીનમાં સુરંગ બનાવીને બુટલેગર દ્વારા વિદેશી શરાબ સંતાડવામાં આવ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પર ભુગર્ભ ખાનાઓ માં સંતાડવામાં આવેલી શરાબનો બોટલો કબ્જે લીધી હતી. ભારે જહેમત બાદ પોલીસે ખાડાઓ કરીને શરાબ શોધી કાઢી હતી.
 
બુટલેગર દ્વારા હવે શરાબ સંતાડવા માટે અવનવા કિમીયા અપનાવવામાં આવી રહ્યા છે. જ્યારે પોલીસ પર બુટલેગરો ને હંફાવવા માટે અપગ્રેડ થઈ છે. તાજેતરમાં સાવલી તાલુકાના દોળકા ખાતે આવી જ એક સુરંગમાં સંતાડવામાં આવેલો શરાબનો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે તાલુકા પોલીસે પણ ભૂગર્ભમાં બનાવેલી ટાંકી માંથી શરાબ શોધી કાઢી છે.