શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 13 ડિસેમ્બર 2021 (10:08 IST)

હરનાઝ સંધુ બન્યાં મિસ યુનિવર્સ, 21 વર્ષ બાદ ભારતના શિરે તાજ

હરનાઝ સંધુ બન્યાં મિસ યુનિવર્સ
1 વર્ષીય સંધુ મૂળ પંજાબનાં છે અને મૉડલિંગની સાથે-સાથે પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યાં છે.
 
પોતાની જીત બાદ હરનાઝે કહ્યું કે,”હું પરમાત્મા, મારાં માતાપિતા અને મિસ ઇન્ડિયા સંગઠનની ખૂબ આભારી છું, જેમણે મને માર્ગદર્શન આપ્યું અને સહકાર આપ્યો. 21 વર્ષ બાદ આ ગૌરવશાળી તાજ ભારત માટે લાવવો એ મારા માટે ગર્વની બાબત છે.”
 
આ પહેલાં વર્ષ 2000માં લારા દત્તાએ મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો.
 
ઇઝરાયલના ઍલિયટમાં આયોજિત આ પ્રતિયોગિતામાં મૅક્સિકોનાં પૂર્વ મિસ યુનિવર્સ ઍન્ડ્રિયા મેજાએ હરનાઝ સંધુને તાજ પહેરાવ્યો હતો.
આ સિવાય તેમણે ફૅમિના મિસ ઇન્ડિયા પંજાબ 2019 જેવા ઘણા ખિતાબ જીત્યા છે અને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.