ગુરુવાર, 21 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : રવિવાર, 12 ડિસેમ્બર 2021 (15:57 IST)

દેશમાં ઓમિક્રૉન વૅરિયન્ટના 3 નવા કેસ, 2 વિદેશી નાગરિકોનો પણ સમાવેશ

3 new cases of Omicron variant in the country
રવિવારના રોજ ભારતમાં ઓમિક્રૉન વૅરિયન્ટના નવા ત્રણ કેસ નોંધાયા છે. જેમાં ઇટાલી તેમજ આયર્લૅન્ડના એક-એક નાગરિકો અને આંધ્ર પ્રદેશની એક વ્યક્તિનો સમાવેશ થાય છે.
 
22 નવેમ્બરના રોજ ઇટાલીથી ચંડિગઢ આવેલા 20 વર્ષીય યુવાન 1 ડિસેમ્બરના રોજ કોરોના સંક્રમિત થયા હતા. તેના સૅમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવતા તે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
 
આયર્લૅન્ડથી મુંબઇ આવેલા એક 34 વર્ષીય યુવાને વિશાખાપટ્ટનમ જતી વખતે 27 નવેમ્બરના રોજ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો.

જિનોમ સિક્વન્સિંગમાં તે ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. જોકે, 11 ડિસેમ્બરના રોજ તેનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો હોવાનું સમાચાર એજન્સી એએનઆઈએ જણાવ્યું છે.

 
 
 
કર્ણાટકના આરોગ્યમંત્રી ડૉ. સુધાકર કે. એ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું કે દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા 34 વર્ષી યુવક ઓમિક્રૉન વૅરિયન્ટથી સંક્રમિત થયા છે.
 
તેના સંપર્કમાં આવેલા 20 જેટલા લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 3 પર પહોંચ્યો છે.