શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 ડિસેમ્બર 2021 (09:13 IST)

156 દિવસ બાદ ડબલ ડિજિટમાં નોંધાયા કોરોનાના કેસ, વિદ્યાર્થીઓ ચપેટમાં આવતા સ્કૂલ બંધ

સુરત અને ગ્રામીણમાં 156 દિવસ બાદ બુધવારે કોરોનાના 15 નવા કેસ મળી આવ્યા છે. તેમાં શહેરમાં 11 અને ગ્રામીણમાં 4 કેસ છે. શહેરમાં આવેલા કુલ 11 સંક્રમિતોમાં એક ડોક્ટર, રિવરડેલ સ્કૂલના 3 અને સંસ્કાર ભારતી સ્કૂલના એક વિદ્યાર્થી અને 2 ગૃહણીઓનો સમાવેશ થાય છે. આ પહેલાં 1 જુલાઇના રોજ શહેર અને ગ્રામીણમાં 16 કેસ આવ્યા હતા. તેમાં શહેરના 11 કેસ હતા. 
 
સુરતના અડજાણ પાલમાં આવેલી રિવરડેલ સ્કૂલમાં વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતાં સ્કૂલને બંધ કરવામાં આવી છે. ચાર દિવસ પહેલાં એક વિદ્યાર્થીની કોરોના આવી હતી, જે અંગે વાલીએ સ્કૂલમાં જાણકારી આપી ન હતી. વિદ્યાર્થીઓમાં કોરોના કેસ વધતાં આજે પાલિકા દ્રારા સ્કૂલ બંધ કરવા જણાવાયું છે. 7 દિવસ માટે સ્કૂલ બંધ રાખવા માટે પાલિકા હવે નોટીસ આપશે. 
 
બુધવારે વેસૂમાં 2, ધોડદોડ રોડમાં 3, ભટારમાં 1, દાંડી રોડમાં 1, ફૂલવાડામાં 1, અડાજણમાં ગામમાં 1 અને આનંદ મહલ રોડમાં 1 કેસ મળ્યો હતો. 15 નવા કેસ સાથે અત્યાર સુધી શહેર અને ગ્રામીણમાં કોરોનાના કુલ 1,44,101 પોઝિટિવીવ દર્દીઓ નોંધાયા છે. બુધવારે કોઇ દર્દીનું મોત થયું નથી. અત્યાર સુધી 2117 મોત થયા છે. 4 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી 1,41,945 લોકો સાજા થયા છે. હવે એક્ટિવ દર્દીઓ વધીને 39 થઇ ગયા છે. 
 
ગુજરાતમાં ઓમિક્રોન વેરિએન્ટ આવ્યા બાદ ત્રીજી લહેરનું સંકટ છે. શહેરમાં અત્યાર સુધી 22 વિદ્યાર્થીઓને સંક્રમિત થઇ ચૂક્યા છે. જેને પગલે મનપાએ સ્કૂલોમાં ટેસ્ટની સંખ્યા વધારી દીધી છે. અત્યાર સુધી સ્કૂલોમાં 1.43 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગત 2 દિવસોમાં 6 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા છે. મનપાએ કહ્યું કે જો કોઇ બાળકના વાલી અને સ્કૂલ સ્ટાફને વેક્સીન મળી નથી તો જલદી જ લઇ લે જેથી વિદ્યાર્થીઓ સંક્રમિત ન થયા. શહેર 18 વર્ષથી નાની ઉંમરના લોકો સંક્રમિત થવાના કેસ સતત વધી રહ્યા છે. વિદ્યાર્થીઓ સંક્રમિત થવાનો દૌર ઓક્ટોબરથી શરૂ થયો હતો. ઓક્ટોબરમાં એક જ ઇંસ્ટીટ્યૂના 9 વિદ્યાર્થીઓ પોઝિટિવ મળ્યા હતા. 
 
ગત 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 67 નવા કેસ નોધાયા છે. તો બીજી તરફ 19 દર્દી રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,361 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.73 ટકાએ પહોંચી ચુક્યો છે.
 
હાલ રાજ્યમાં કુલ 417 એક્ટિવ કેસ છે. જે પૈકી 08 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 409 નાગરિકો સ્ટેબલ છે. બીજી તરફ 8,17,361 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10095 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતની વાત છે કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. અમદાવાદ કોર્પોરેશનમાં 23, સુરત કોર્પોરેશન 11, વડોદરા અને જામનગર કોર્પોરેશન 7-7, સુરત 4, બનાસકાંઠા, વલસાડ 3-3, અમદાવાદ, કચ્છ, નવસારી તાપીમાં 2-2 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરામાં 1 નોધાતા આ પ્રકારે કુલ 67 કેસ નોંધાયા છે.