રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 ડિસેમ્બર 2021 (17:45 IST)

ગુજરાતમાં 2020-21માં 4671 કેસમાં 13.38 કરો રૂપિયાના ફ્રોડ થયા, 1 વર્ષમાં જ ફ્રોડના 1868 કેસ વધ્યા

ડિજિટલ દુનિયામાં જેટલી સુવિધા છે એટલી જ મુશ્કેલીઓ પણ છે. હવે મોબાઇલમાં જ બેન્કિંગ થાય છે એટલે ફ્રોડના પ્રમાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. લોકસભામાં સોમવારે એક સવાલના જવાબમાં નાણારાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં ઑનલાઇન છેતરપિંડીના પ્રમાણમાં 8300 ટકાથી પણ વધારે વધારો નોંધાયો છે. જે ચિંતાનું કારણ છે.

2016-17માં સાયબર નાણાકિય ફ્રોડના 55 કેસમાં 65 લાખ રૂપિયાના ફ્રોડ સામે 2020-21માં 4671 કેસમાં 13.38 કરો રૂપિયાના ફ્રોડ થયા છે.આ ફ્રોડ મોટેભાગે એટીએમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ઇન્ટરનેટ બેન્કિંગ પ્લેટફોર્મ પર થાય છે. વર્ષ 202-21માં ડિજિટલ નાણાકીય ફ્રોડના સૌથી વધારે 26522 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હી, હરિયાણા અને તમિલનાડુમાં 5 હજારથી વધારે કેસ છે. અન્ય કોઇપણ રાજ્યમાં 5 હજારથી વધારે કેસ નથી. અંદામાન-નિકોબર, અરૂણાચલ પ્રદેશ, લદાખ, મણિપુર, નાગાલેન્ડમાં 10થી પણ ઓછા કેસ નોંધાયા છે.નાણાકીય સાયબર ફ્રોડની ઘટનાઓ એટીએમ, ડેબીટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને ઇન્ટરનેટ બેંકીંગ પ્લેટફોર્મ દ્વારા થઇ છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટિ, ગુજરાતના કન્વીનર એમ એમ બંસલે કહ્યું 'નોટબંધી પછી ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં વધારો થયો અને લોકડાઉન દરમિયાન તેમાં જોરદાર વધારો થયો છે.

ડીજીટલ ટ્રાન્ઝેકશનમાં વધારો અને લોકોમાં અપૂરતી સાવચેતીથી સાયબર ફ્રોડ વધ્યા છે. બેંકો લોકોમાં જાગૃતિ લાવવાના પુરતા પ્રયત્નો ફ્રોડને રોકવા માટે કરી રહી છે.'