શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (12:54 IST)

ટ્રેનની આગળ કુદી ગયો યુવક, શરીરના થયા બે ટુકડા પણ જીવ ગયો નહી, પોલીસને કહેવા લાગ્યો - મને બચાવી લો... !!

ઉત્તરપ્રદેશના શાહજહાંપુર જીલ્લામાં ટ્રેનથી કપાઈને યુવકે કથિત રોપે આત્મહત્યાનો પ્રયાસ કર્યો પણ શરીરના બે ટુકડા થવા છતા તે હજુ પણ જીવતો છે અને તેનો જીલ્લાના રાજકીય મેડિકલ કોલેજમાં ઈલાજ ચાલી રહ્યો છે. 

 
 
પોલીસ અધીક્ષક નગર સજય કુમારે જણાવ્યુ કે રોજા પોલીસ મથક હેઠળ હથોડા ગામમાં રહેનારો યુવક હર્ષવર્ધન (26) કોઈ વિદ્યાલયમાં ટેક્સી ચલાવે છે. તેણે જણાવ્યુ કે સોમવારે સવારે હથોડા સ્ટેડિયમ પાછળ રેલવે લાઈન પર દિલ્હીથી લખનૌ જઈ રહેલ એક ટ્રેન દ્વારા તે કપાય ગયો. તેણે જણાવ્યુ કે આ દરમિયાન લખનૌથી આવેલ માલગાડીના ડ્રાઈવરે બંને લાઈનો વચ્ચે પડેલુ ઘડ જોયુ તો કંટ્રોલ રૂમને સૂચના આપી.  આ દરમિયાન પોલીસે પહોચીને જોયુ તો યુવક પડોશમાં જ નહેરના પાણીમાં પડ્યો હતો અને કહી રહ્યો હતો કે મને બચાવી લો સાહેબ મે આત્મહત્યા કરી છે. 
 
કુમારે કહ્યું કે આ યુવકને નાભિના તળિયા પાસે બે ટુકડા કરી દેવાયા છે અને તેના શરીરના એક ભાગને રેલ્વે લાઇનથી ખેંચીને નહેરના પાણીમાં ખેંચી લીધો હતો, જેનાથી તેનું લોહી વહેવું બંધ થઈ ગયું હતું. પોલીસે યુવકને મેડિકલ કોલેજમાં સારવાર માટે મોકલી આપ્યો છે જ્યાં તેની સારવાર ડોકટરોની ટીમની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.
 
"સરકારી મેડિકલ કોલેજના ઇમરજન્સી મેડિકલના પ્રભારી તબીબી અધિકારી મોહમ્મદ મેરાજે એજન્સીને જણાવ્યું હતું કે," બે ભાગમાં કાપાયેલા એક યુવાનનુ ઘડ  કમરના હાડકાથી 10 સે.મી. નીચે છે અને તેનું યકૃત કિડની સહિતના તમામ અવયવોથી સુરક્ષિત છે અને અત્યાર સુધીમાં ત્રણ યુનિટ લોહી ચઢાવાયુ છે. 
 
મેડિકલ કોલેજના મુખ્ય જનસંપર્ક અધિકારી ડો. પૂજા પાંડે ત્રિપાઠીએ જણાવ્યુૢ ટ્રેનથી બે ભાગમાં કપાયેલ યુવકની  હાલત હજુ પણ ખૂબ ગંભીર છે. જો હાલતમાં સુધાર થાય છે તો પછી તેને અન્ય જગ્યાએ રેફર વિશે વિચારી શકાય છે. તેણે કહ્યુ કે હાલ ફક્ત ઈમરજેંસી મેનેજ કરવામાં આવી રહી છે.