રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી: , બુધવાર, 30 નવેમ્બર 2022 (11:30 IST)

આ વર્ષે BJP પર થઈ ખૂબ ધનવર્ષા, કોંગ્રેસ કરતા 6 ગણો વધુ મળ્યુ દાન, આંકડા જાણીને ચોંકી જશો તમે

gujarat election
આ વર્ષે એટલે કે 2021-22માં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP) પર ઘણો વરસાદ થયો છે. ભાજપને નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન દાનમાં રૂ. 614.53 કરોડ મળ્યા હતા, જે વિપક્ષ કોંગ્રેસ દ્વારા એકત્રિત કરવામાં આવેલી રકમ કરતાં છ ગણી વધારે છે. ચૂંટણી પંચના તાજેતરના આંકડા અનુસાર કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 95.46 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પશ્ચિમ બંગાળમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને આ સમયગાળા દરમિયાન 43 લાખ રૂપિયા દાન તરીકે મળ્યા હતા, જ્યારે CPI(M)ને 10.05 કરોડ રૂપિયા મળ્યા હતા. કેરળમાં CPI(M)ની સરકાર છે.
 
આ ઉપરાંત રાજધાની દિલ્હી અને પંજાબમાં સરકાર ચલાવી રહેલ આમ આદમી પાર્ટી (AAP)ન્ર 2021-22 આ દરમિયાન 44.54 કરોડ રૂપિયા મળ્યા છે.   AAP પંજાબ અને દિલ્હી ઉપરાંત ગોવામાં એક માન્યતા પ્રાપ્ત રાજ્ય પાર્ટી છે. 
 
કોણે કેટલુ મળ્યુ દાન ? જુઓ લિસ્ટ 
 
ભાજપ - રૂ. 614.53 કરોડ
કોંગ્રેસ - રૂ. 95.46 કરોડ
AAP - 44.45 કરોડ
CPI(M)- રૂ. 10.05 કરોડ
તૃણમૂલ કોંગ્રેસ - રૂ. 43 લાખ
 
ચાર રાષ્ટ્રીય પક્ષોએ તાજેતરમાં ચૂંટણી પંચને પોતાને મળેલા દાન અંગેના તેમના નવીનતમ અહેવાલો સબમિટ કર્યા હતા, જે દસ્તાવેજોને મંગળવારે સાર્વજનિક કર્યા હતા. ઉલ્લેખનીય છે કે  પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માર્ચ-એપ્રિલ, 2021માં યોજાઈ હતી. એપ્રિલ, 2021માં કેરળમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. ધ રિપ્રજેંટેશન ઓફ ધ પિપુલ એક્ટ આ નિર્ધારિત કરે છે કે  પક્ષો વ્યક્તિગત દાતાઓ અને સંસ્થાઓ પાસેથી મળેલા 20,000 રૂપિયાથી વધુના યોગદાનના વાર્ષિક અહેવાલો સબમિટ કરે છે.