ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર: , બુધવાર, 10 જૂન 2020 (12:10 IST)

જમ્મુ-કાશ્મીર: શોપિયા જીલ્લાના સુગૂ વિસ્તારમાં મુઠભેડમાં 3 આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના સુગૂ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. પોલીસ અને સુરક્ષા દળોના સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા પ્રાપ્ત થઈ છે. હાલમાં આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે.
 
જમ્મુ કાશ્મીર પોલીસની જોઈન્ટ ટીમ, આર્મીની 44 આરઆર અને સીઆરપીએફની ટીમે બુધવારે સવારે સુગો હેધામા ક્ષેત્રમાં સર્ચ ઓપરેશનની શરૂઆત કરી હતી. તે સમયે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ ચાલુ કરી દીધું હતું જેથી બંને પક્ષે ગોળીઓની રમઝટ બોલાઈ હતી.
 
પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ફાયરિંગની પૃષ્ટિ કરી હતી. અધિકારીઓના કહેવા પ્રમાણે બેથી ત્રણ આતંકવાદીઓ સંતાયા હોવાના સમાચાર છે. હાલ તે પૈકીના બે આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે પરંતુ તેમની લાશ નથી મળી અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 
 
છેલ્લા એક સપ્તાહમાં શોપિયાં ખાતે એન્કાઉન્ટરની આ ત્રીજી ઘટના છે. સુરક્ષા દળોએ અગાઉ રવિવારે પાંચ આતંકવાદીઓને ઠાર માર્યા હતા અને તેના પછીના દિવસે સર્ચ ઓપરેશન દરમિયાન ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એક અહેવાલ પ્રમાણે છેલ્લા બે સપ્તાહમાં 15થી વધારે આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.