ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (16:08 IST)

તોગડિયાનો દાવો, નરેન્દ્ર મોદીએ ક્યારેય નથી વેચી ચા, આ ફક્ત પબ્લિસિટી સ્ટંટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે સ્ટેશન પર ચા વેચી કે નહી તેન આ પર ચર્ચા કોઈ નવી વાત નથી. વિપક્ષ વારંવાર તેના પર સવાલ ઉભા કરતા આવ્યા છે પણ આ વખતે નરેન્દ મોદી સાથે કામ કરનારા પ્રવીણ તોગડિયાએ દાવો કર્યો કે તેઓ મોદીને છેલ્લા 43 વર્ષથી જાણે છે અને તેમણે ક્યારેય પણ તેમને ચા વેચતા જોયા નથી.  તોગડિયાએ દાવો કરતા કહ્યુ કે આ મોદીનો ફક્ત પબ્લિસિટી સ્ટંટ છે છે બીજુ કશુ નહી. 
 
તેમણે કહ્યુ કે મે ડોક્ટરી કરી છે અને જો તમે મારા મિત્રો કે ઓળખીતાઓને આ વિશે પૂછશો તો તે બતાવી દેશે કે આ સત્ય છે પણ નરેન્દ્ર મોદીના ચા વેચવ આનો દાવો કોઈ સાબિત નહી કરી શકે.   કારણ કે આ અંગે કોઈને માહિતી છે જ નહી. 
 
સાથે જ તેમણે કહ્યુ કે આરએસએસ અને ભાજપાની રામ મંદિર બનાવવાની કોઈ ઈચ્છા નથી. તેમણે દાવો કર્યો કે ભાજપા આ વખતે લોકસભા ચૂંટણી નહી જીતે અને આ સાથે જ મોદીની ગુજરાતમાં અને ભૈયાજી જોશીની નાગપુરમાં કમબેક થઈ જશે.