શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 9 ઑક્ટોબર 2017 (10:43 IST)

Gujarati Top 10 News - ટોપ 10 ગુજરાતી સમાચાર

1 2002 ગોધરા કાંડ પર આજે ગુજરાત હાઈકોર્ટનો નિર્ણય 
 
વર્ષ-2002માં ગોધરામાં ટ્રેનના ડબ્બા સળગાવવાના મામલામાં એસઆઇટીની ખાસ અદાલત તરફથી આરોપીઓને દોષિત ઠેરવવા અને છોડી મુકવાના ફેંસલાને પડકારતી અપીલો પર ગુજરાત હાઇકોર્ટ આજે પોતાનો ફેંસલો સંભળાવી શકે છે. સાબરમતી એકસપ્રેસ એસ-6  ડબ્બાને 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા સ્ટેશને આગના હવાલે કરી દેવામાં આવ્યો હતો. તે પછી સમગ્ર ગુજરાતમાં તોફાનો ફાટી નીકળ્યા હતા. આ ડબ્બામાં પ૯ લોકો હતા જેઓ અયોધ્યાથી પાછા ફરી રહેલા કારસેવકો હતા.
 
2.  રાહુલ ગાંધી આજથી 3 દિવસ ગુજરાત મુલાકાતે 
 
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે જ્યાં કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સોમવારે અમદાવાદના હાથીજણ સર્કલથી યુવા રોજગાર ખેડૂત અધિકાર નવસર્જન યાત્રાના બીજા તબક્કાનો પ્રારંભ કરશે. ત્રણ દિવસની આ યાત્રામાં રાહુલની ગુજરાત યાત્રામાં મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાનો પ્રવાસ કરશે જેમાં છોટા ઉદેપુરના બોડેલી તેમજ ફાગવેલ ખાતે જાહેરસભા સંબોધશે. છોટા ઉદેપુરમાં આદિવાસી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી સંવાદ પણ કરશે જ્યારે કરમસદ ખાતે લોખંડીપુરુષ સરદાર પટેલના જન્મસ્થળની મુલાકાત લેશે જ્યારે દુધમંડળીઓના પ્રતિનિધીઓ સાથે સંવાદ યોજશે.
 
3.  યુવરાજના દિવાળી વીડિયો મેસેજથી યુઝર્સ નારાજ 
 
ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહ પર ફેસબુક યુઝર્સ ગુસ્સે ભરાયા છે. 19 ઓક્ટોબરે દિવાળી છે. ત્યારે આ દિવસે ફટાકડાઓથી થનારા ધ્વની પ્રદુષણને લઈને યુવરાજ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો મેસેજ પોસ્ટ કર્યો છે જને લઈને યુઝર્સ તીખી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. યુવરાજ લોકોને તેના બાળકો, દોસ્તો અને પેરેન્ટ્સના સોગંદ આપીને કહે છે કે આ દિવાળીમાં તમે ફટાકડાને હાથ પણ નહીં લગાવતાં. ઉપરાંત તેણે કહ્યું હતું કે દિવાળીમાં તમે દિવા પ્રગટાવો, મીઠાઇ ખાઓ અને એકબીજાને ગળે મળો પરંતુ ફટાકડા ના ફોડશો. 
 
4. જય શાહ ધ વાયર ન્યૂઝ વેબસાઈટ પર બદનક્ષીનો દાવો માંડશે
 
નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ એક જ વર્ષમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પુત્ર જય શાહની કંપનીનું ટર્નઓવર 16,000 ગણું વધીને રૂપિયા 80 કરોડ થઈ ગયું હોવાના ધ વાયર ન્યૂઝ વેબસાઇટના અહેવાલને ફગાવી દેતાં ભાજપના નેતા અને કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, અમિત શાહનો પુત્ર જય શાહ ધ વાયર ન્યૂઝ વેબસાઇટના માલિક, એડિટર અને રિપોર્ટના લેખક સામે રૂપિયા 100 કરોડનો બદનક્ષીનો દાવો માંડશે. 
 
5. આ યુવતીને કારણે ચમકી રહ્યા છે રાહુલ અને કોંગ્રેસ 
 
 કોંગ્રેસની ડિજિટલ ટીમ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અગાઉ ખુબ સક્રીય જોવા મળી રહી છે. જયારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે હતાં ત્યારે તેમની સોશિયલ મીડિયા ટીમે મોદી સરકાર પર નિશાન સાધતા 'વિકાસ ગાંડો થયો' કેમ્પેઈન ચલાવ્યું હતું. કોંગ્રેસ ટીમની નવી ડિજિટલ ટીમે મોદી સરકારની નીતિઓ વિરુદ્ઘ ખુબ શોર મચાવ્યો છે. કોંગ્રેસની ડિજિટલ ટીમમાં હાલમાં જ ફેરફાર કરવામાં આવ્યો છે. દિવ્યા સ્પંદના ઉર્ફે રામ્યાને ડિજિટલ ટીમની હેડ બનાવવામાં આવી છે. 4  ઓકટોબરના રોજ રાહુલ ગાંધીએ આઈટી એન્ડ સોશિયલ મીડિયા સેલ પ્રમુખ દિવ્યા સંપદનાના નેતૃત્વમાં તમામ રાજયોની આઈટી એન્ડ સોશિયલ મીડિયા સેલને ભંગ કરી દીધી હતી. ત્યારબાદ રાહુલ ગાંધી લોકો સાથે વધુ પડતા સક્રિય રીતે જોડાતા જોવા મળી રહ્યાં છે.
 
6. મહારાષ્ટ્રમાં જંતુનાશક દવાનો કેર, 20 ખેડૂતોના મોત 
 
મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં કલંબ નગરના ખેતમજૂર, 57 વર્ષીય દેવીદાસ મડાવીએ આ વર્ષે પ્રથમ વખત જંતુનાશક દવા છાંટવાનું કામ લીધું હતું. તેના માલિક અમર ગુરનુલેના કપાસના ખેતરમાં જંતુનાશક દવા છાંટવાના 12 દિવસ બાદ 19  ઓગસ્ટે દેવીદાસનું મૃત્યુ થયું હતું. 19 જુલાઈથી અત્યાર સુધીમાં જિલ્લામાં શ્વાસમાં જંતુનાશક દવા જવાથી 20 ખેડૂતો મૃત્યુ પામ્યા છે અને અકોલામાં પાંચ, અમરાવતીમાં બે, નાગપુરમાં બે, ભંડારામાં બે તથા બુલઢાણા જિલ્લામાં એક સહિત વધુ 12 ખેડૂતના મૃત્યુની તપાસ થઈ રહી છે.
 
7. આરબીઆઈએ 1 ની નવી નોટો ઈશ્યૂ કરી 
 
રિઝર્વ બેન્ક દ્વારા દિવાળીના તહેવારમાં રૂપિયા એકથી માંડીને બસોની નોટોના નવા બંડલો બેન્કોને આપવામાં આવે છે. ત્યાં મોટાભાગની બેન્કો નવી નોટો ગ્રાહકોને આપવાનું ટાળી રહી છે. કહેવાતી મોટી બેંક ગ્રાહકને લાઈનમાં ઉભા રહે તો બસો રૂપિયાની માત્ર બે નોટો આપી છે. બીજી તરફ કાળાબજારિયાઓ પાસે આખીને આખી રીમો પડી છે.જે ઓનમાં આપી રહ્યા છે.