મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ઝુંઝુનુ , સોમવાર, 8 નવેમ્બર 2021 (17:49 IST)

રામ રાખે તેને કોણ ચાખે : બાઈક સવાર ચાર લોકો પર ચઢી ગયુ ટ્રેક્ટર, છતા આબાદ બચાવ

રામ રાખે તેને કોણ ચાખે જી હા આવો ચમત્કાર થયો છે. ઝુંઝુનુના નવલગઢના ખિરોડમાં. શુક્રવારે એક બાઈક પર ચાર લોકો ગુંગારાથી બેરી તફ જઈ રહ્યા હતા. સવારે 11.35 વાગ્યે જૂની મસ્જિદ પાસે મોબાઈલ પોઈંટની સામે એક બરેકરથી ઉછળીને બાઈક સવાર ચાર લોકો રસ્તા પર પડી ગયા અને પાછળથી આવી રહેલુ ટ્રેક્ટર તેમના પર ચઢી ગયુ. પણ ઈશ્વરની કૃપાથી કોઈને કોઈ નુકશાન ન થયુ. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ.  બાઈક પર એક પુરૂષ, એક મહિલા અને બે બાળકો હતા. CCTV ફૂટેજ જોતાં એવું લાગે છે કે આ અકસ્માતમાં કોઈ જ બચ્યું નહીં હોય, પણ કહેવાય છે ને કે રામ રાખે તેને કોણ ચાખે. આ જ વાક્યને સાર્થક કરતો હોય એમ પરિવારના ચારેય સભ્યનો ચમત્કારિક બચાવ થયો છે. આ અકસ્માતમાં મહિલાના પગમાં ફ્રેક્રચર થયું છે, જ્યારે બે બાળક અને પુરુષને સામાન્ય ઈજા થઈ છે