મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 8 નવેમ્બર 2021 (17:19 IST)

Uphaar Cinema Fire Case: પુરાવા સાથે છેડછાડ મામલે સુનીલ અંસલ અને ગોપાલ અંસલને 7 વર્ષની જેલ, ભરવા પડશે 2.25 કરોડ દંડ

દિલ્હીના ઉપહાર સિનેમામાં અગ્નિકાંડ (Uphar Cinema Fire Case) મામલે પટિયાલા હાઉસ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં કોર્ટે દોષિઓને સજા સંભળાવી છે. કોર્ટે દોષિત અંસલ બંધુઓને સાત વર્ષની સજા (7 Year Imprisonment) સંભળાવી છે. આ સાથે અંસલ બંધુઓ પર 2.25 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. સુનીલ અંસલ અને ગોપાલ અંસલ સહિત અન્ય બે દોષિતોને આઈપીસીની કલમ 409  હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.  120B (ગુનાહિત કાવતરું). હવે આ કેસમાં કોર્ટે 2.25 કરોડનો દંડ ફટકાર્યો છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અંસલ બંધુઓ સહિત તમામ આરોપીઓને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. અગાઉ, કોર્ટે તમામ આરોપીઓને પુરાવા સાથે ચેડા કરવા બદલ દોષી ઠેરવ્યા હતા.
 
ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પંકજ શર્માએ પણ આ કેસમાં કોર્ટના ભૂતપૂર્વ કર્મચારી દિનેશ ચંદ શર્મા અને અન્ય બે - પીપી બત્રા અને અનૂપ સિંહને દોષિત ઠેરવ્યા હતા. તમને જણાવી દઈએ કે ઉપહાર સિનેમા આગ સાથે જોડાયેલા મુખ્ય કેસમાં આ મામલો (Evidence Tempering) પુરાવા સાથે છેડછાડ સંબંધિત છે. ઉપહાર સિનેમામાં લાગેલી આગમાં 59 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ કેસમાં કોર્ટે સુશીલ અને ગોપાલ અંસલને દોષી ઠેરવ્યા હતા. બંનેને સુપ્રીમ કોર્ટે બે વર્ષની જેલની સજા ફટકારી હતી.
 
ઉપહાર સિનેમા અગ્નિકાંડના દોષિઓને 7 વર્ષની જેલની સજા
 
હવે પટિયાલા હાઉસ કોર્ટે તમામ દોષિતોને સાત વર્ષની જેલની સજા સંભળાવી છે. આ સાથે તેણે 2.25 કરોડ રૂપિયા દંડ ભરવાના રહેશે. કોર્ટે અંસલ બંધુઓને જેલમાં વિતાવેલ સમય અને દંડની રકમને ધ્યાને લઈને મુક્ત કર્યા હતા. વાસ્તવમાં, બંનેએ દિલ્હીમાં ટ્રોમા સેન્ટર બનાવવા બદલ 30-30 કરોડ રૂપિયાનો દંડ ભરવાની વાત કરી હતી. ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન જ બે અન્ય આરોપીઓ હર સ્વરૂપ પંવાર અને ધરમવીર મલ્હોત્રાનું મોત થઈ ગયું હતું. ઉપહાર સિનેમા દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં આવેલુ છે.. 13 જૂન, 1997ના રોજ, ફિલ્મ બોર્ડરના સ્ક્રિનિંગ દરમિયાન, સિનેમા હોલમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં 59 લોકોના મોત થયા હતા.
 
કોર્ટે પહેલા જ સુરક્ષિત રાખ્યો હતો ચુકાદો  
 
દિલ્હીની એક કોર્ટે ઓક્ટોબરમાં જ આ મામલે અંતિમ દલીલો પૂરી કરી હતી. કોર્ટે દલીલો પૂર્ણ કર્યા બાદ પોતાનો ચુકાદો  સુરક્ષિત રાખ્યો હતો. આજે દરેકને 7 વર્ષની જેલની સજા થઈ છે. આ સાથે 2-25 કરોડ રૂપિયાનો ભારે દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 13 જૂન 1997ની સાંજે મોટી સંખ્યામાં લોકો ઉપહાર સિનેમામાં બોર્ડર ફિલ્મ જોવા માટે આવ્યા હતા.સિનેમા હોલમાં એટલી બધી ભીડ હતી કે પગ મુકવાની પણ જગ્યા નહોતી. આગ લાગતાની સાથે જ સિનેમા હોલની અંદર ધુમાડો ભરાઈ ગયો હતો. ધુમાડો ભરાતા જ નાસભાગ મચી ગઈ હતી. દરેક વ્યક્તિ પોતાનો જીવ બચાવવા બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સિનેમા હોલમાં 'અનધિકૃત-બાંધકામ'ના કામોને કારણે ઘણા બહાર નીકળવાના દરવાજા ખોલી શક્યા નથી. જેના કારણે ત્યાંથી કોઈ બહાર નીકળી શક્યું ન હતું. ધુમાડાના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-તહીં દોડી રહ્યા હતા, પરંતુ તેઓ આગથી પોતાને બચાવી શક્યા ન હતા.