ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (10:53 IST)

પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા છોડવાનુ ટ્વીટ કરતા જ ટ્રેંડ કરવા માંડ્યુ #NoSir

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનુ  સોશિયલ મીડિયા છોડવાનું ટ્વીટ જોતાં જ તે ટ્વિટર પર જોત જોતામાં સૌથી ચર્ચિત મુદ્દો બની ગયો. બે કલાકમાં એક લાખથી વધુ લોકોએ તેને લાઈક કર્યુ. 35 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું. તે જ સમયે, 70 હજારથી વધુ લોકોએ ટિપ્પણી કરી. વડા પ્રધાને પોતાના ઈરાદાનુ કારણ જણાવ્યુ નહોતુ. કે ન તો એ જણાવ્યુ કે તેઓ પોતાનુ સોશિયલ મીડિયા એકાઉંટ ડિલીટ કરશે કે ડિએક્ટિવેટ કરશે કે પછી ફક્ત તેનાથી દૂર રહેશે. 
 
પ્રધાનમંત્રી દ્વારા આ ટ્વીટ કરવાના થોડાક જ સમયમાં ટ્વિટર પર #NoSir ટોપ પર ટ્રેંડ કરવા લાગ્યુ. દુનિયામાં આ હૈશટૈગ ત્રીજો સૌથી વધુ ચર્ચિત થઈ ગયો. તેને સમર્થન કરનારાઓએ પીએમને સોશિયલ મીડિયા ન છોડવાની અપીલ કરી. બીજી બાજુ પોરોવ કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ સહિત તમામ નેતાઓએ તેને લઈને મજાક કરી. 
 
એવુ માનવામાં આવી રહ્યુ છે કે સરકાર પોતાનો એપ તો નથી લાવી રહી 
 
ડો. સંદીપ મિત્તલ આઈપીએસે લખ્યુ જો આવુ કરે છે તો સોશિયલ મીડિયા કંપનીઓના શેયર ડાઉન થઈ જશે. દેશદ્રોહીઓની દુકાન બંધ થઈ જશે અને ભારતમાંથી કમાનારી કંપનીઓ ભારતને આંખ બતાડવાનુ બંધ કરી દેશે. તેથી તેમને બૈન કરવામાં આવે. રૂદ્ર આર શર્માએ લખ્યુ, કોઈ ભારતીય મીડિયા પ્લેટફોર્મ લાવવાની તૈયારી છે. જો આવુ થશે તો આ એક ક્રાંતિકારી પગલુ હશે. 
 
.. તો તમે અમારાથી દૂર જતા રહેશો.. 
 
એક યૂઝર અરુણ યાદવે લખ્યુ, તમે આદેશ નહી કરી શકો પણ નિવેદન તો કરી શકો છો. તમે આવુ કરો છો તો અમારાથી દૂર જતા રહેશો. આ માધ્યમથી લાગે છે કે તમે અમારા માતાપિતાના રૂપમાં અમારી આસપાસ છો. રિદ્દિમા પાંડેય એ લખ્યુ તમારો નિર્ણય છે કારણ કે કેટલાક લોકો સોશિયલ મીડિયાને અફવા ફેલાવવાનુ માધ્યમ બનાંવી રહ્ય્તા છે. હુ સમજી રહી છુ. પણ સોશિયલ મીડિયા પ્ણ એક મેદાન છે નએ અમારા પીએમ મેદાન છોડે એ અમને મંજૂર નથી.  આઈએમ અકિતા યાદવે લખ્યુ, જો તમે નથી તો અમે પણ નથી. 
 
સવાલોનો જવાબ આપો 
 
કેટલાક યુઝર્સ એ પીએમ પર નિશાન પણ તાક્યુ. હંસરાજ મીણાએ લખ્યુ, ભાગશો નહી. સવાલોના જવાબ આપો. રૂચિસ ચતુર્વેદીએ લખ્યુ, સોશિયલ મીડિયા સમસ્યા નથી. સમસ્યા ટ્રોલ છે. તમે ટ્રોલ્સને ફોલો કરવુ બંધ કરો. 
 
5.33 કરોડ ફોલોઅર 
 
મોદીના 5.33 કરોદ ફોલોઅર છે. મોદીએ 2373ને ફોલો કર્યા છે. તેઓ 35.9 હજાર ટૃવીટ કરી ચુક્યા છે. ફેસબુક પર મોદીના 4.47 કરોડ ફોલોઅર છે. ઈંસ્ટાગ્રામ પર મોદીના 3.52 કરોડ ફોલોઅર છે.